તાજેતરમાં જ યૂટ્યૂબર ભુવન બામે આ વાયરસને કારણે પોતાના માતા-પિતા બન્ને ગુમાવી દીધા છે. આ વિશે માહિતી ભુવન બામે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.

ભુવન બામ (તસવીર સૌજન્ય સતેજ શિંદે)
કોરોના વાયરસની અસર દેશમાં ભલે થોડી ઓછી વર્તાતી હોય પણ તેનો અર્થ એ નથી કે હવે તેનાથી કોઇ જોખમ નથી અને તેને ખાતમો થઈ ગયો છે. આ ઘાતક વાયરસ અત્યાર સુધી અનેક લોકોના જીવ લઈ ચૂક્યો છે. અને તાજેતરમાં જ યૂટ્યૂબર ભુવન બામે આ વાયરસને કારણે પોતાના માતા-પિતા બન્ને ગુમાવી દીધા છે. આ વિશે માહિતી ભુવન બામે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.
ભુવન બામે તાજેતરમાં જ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે પોતાના માતા-પિતા સાથે અનેક તસવીરો શૅર કરી છે. આ તસવીરો શૅર કરતા ભુવને કૅપ્શનમાં લખ્યું છે કે, "કોવિડને કારણે મેં મારી બન્ને લાઇફલાઇન્સ ગુમાવી છે. મમ્મી અને પપ્પા વગપ કંઇપણ પહેલા જેવું નહીં રહે. એક મહિનામાં બધું જ વેરવિખેર થઈ ગયું છે. ઘર, સપના, બધું જ"
આગળ ભુવને લખ્યું, "મારી મમ્મી મારી પાસે નથી, મારા પિતા મારી પાસે નથી. હવે શરૂઆતથી જીવવાનું શીખવું પડશે. ઇચ્છા નથી. શું હું એક સારો દીકરો હતો? શું મેં તેમને બચાવવા માટે બધું જ કર્યું? મને હવે આ પ્રશ્નો સાથે જીવવું પડશે. હું તેમને ફરી જોવા માટે રાહ નથી જોઇ શકતો. હું પ્રાર્થના કરું છું કે તે દિવસ વહેલો આવે."
View this post on Instagram
ભુવન બામની આ પોસ્ટ પર તમામ સેલેબ્સ અને તેમના મિત્રો કોમેન્ટ કરી સાંત્વના આપી રહ્યા છે. ભુવનની આ પોસ્ટ પર રાજકુમાર રાવ, તાહિરા કશ્યપ, આશીષ ચંચલાની, કૅરી મિનાટી, મુકેશ છાબરાએ પણ કોમેન્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. બધા લોકો એવા સમયે ભુવન બામને હિંમત જાળવી રાખવા માટે કહી રહ્યા છે.