અમિત રાયે ફરી સેન્સર બોર્ડ પર પોતાની ભડાશ કાઢી છે. તેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ઓહ માય ગૉડ 2’ને ઓટીટી પર પણ સેન્સર વર્ઝનમાં સ્ટ્રીમ કરવામાં આવશે.
અમિત રાય
અમિત રાયે ફરી સેન્સર બોર્ડ પર પોતાની ભડાશ કાઢી છે. તેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ઓહ માય ગૉડ 2’ને ઓટીટી પર પણ સેન્સર વર્ઝનમાં સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ ૮ ઑક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં ખૂબ ચર્ચામાં હતી અને એમાં સેન્સર બોર્ડ દ્વારા ૨૭ કટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મની ટક્કર ‘ગદર 2’ સાથે થઈ હતી છતાં આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ઓટીટી પર ઘણા મેકર્સ અનસેન્સર વર્ઝન રિલીઝ કરે છે. આયાન મુખરજીએ પણ ‘બ્રહ્માસ્ત્ર’નું ડિરેક્ટર્સ કટ વર્ઝન લૉન્ચ કર્યું હતું. જોકે ‘ઓહ માય ગૉડ 2’ સાથે એવું નથી થયું એ વિશે અમિત રાયે કહ્યું કે ‘મને નથી ખબર કે ઓટીટી શેનાથી ડરી રહ્યું છે, પરંતુ તેઓ સેન્સર બોર્ડ દ્વારા પાસ કરેલા વર્ઝનને જ સ્ટ્રીમ કરશે. આ વિશે હવે હું શું કરી શકું? સારે દેશને ચિલ્લા ચિલ્લા કે બોલા ફિર ભી સેન્સર બોર્ડ કો સુનાઈ નહીં દે રહા, તો કોઈ કુછ નહીં કર શકતા. મેં જ્યારે ‘ગદર 2’ થિયેટરમાં જોઈ જેને યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું ત્યારે ફિલ્મની શરૂઆતમાં કાર્તિક આર્યનની કૉન્ડોમની ઍડ હતી જેમાં તે એક મહિલાને પૂછી રહ્યો છે, ‘તને કયા ફ્લેવરનું કૉન્ડોમ પસંદ છે?’ શું આ દેખાડી શકાય? સેન્સર બોર્ડની હિપોક્રિસી છે. હું કોઈ ફિલ્મની વિરુદ્ધ નથી, પરંતુ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ઘણા કિસિંગ સીન હતા. શું એ બાળકોને જોવાલાયક હતા?’