Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હંસલ મહેતાની વેબ-સિરીઝમાં જોવા મળશે આમિર અલી

હંસલ મહેતાની વેબ-સિરીઝમાં જોવા મળશે આમિર અલી

26 December, 2021 03:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કર્યું

આમિર અલી

આમિર અલી


આમિર અલી હવે હંસલ મહેતાની વેબ-સિરીઝમાં દેખાવાનો છે. આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કર્યું. આ થ્રિલર વેબ-સિરીઝને હંસલ મહેતા અને જય મહેતા સાથે મળીને બનાવવાના છે. હંસલ મહેતાની ફિલ્મ ‘ફરાઝ’માં પણ આમિર જોવા મળવાનો છે. તેને અનેક ઇન્ટરનૅશનલ ઍક્ટર્સ સાથે કામ કરવાની તક મળી છે. વેબ-સિરીઝમાં આમિર સાથે દીપક તિજોરી, ચંદન રૉય સંન્યાલ, રજત કપૂર, વિવેક ગોમ્બર, અમ્રિતા ખાનવિલકર, ગૌરવ પાસવાલ અને હૅરી પરમાર પણ જોવા મળશે. એનુ શૂટિંગ હાલમાં કેપ ટાઉનમાં ચાલી રહ્યું છે. દિલ્હી અને યુક્રેનમાં પણ એનું શૂટિંગ કરવામાં આવે એવી શક્યતા છે. આ સિરીઝ સોમાલિયાના પાઇરેટ્સ પર આધારિત હશે. ડિઝની+હૉટસ્ટાર પર આ શો રિલીઝ થશે. આ સિરીઝને શૈલેશ આર. સિંહ પ્રોડ્યુસ કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2021 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK