વૅલેન્ટાઇન્સ ડેના અવસરે ૨૪ વર્ષ પહેલાં આવેલી કરણ નાથ અને જીવધા શર્મા અભિનીત રોમૅન્ટિક-ઍૅક્શન થ્રિલર ફિલ્મ ‘યે દિલ આશિકાના’ ફરી એક વાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ૨૦૦૨માં રિલીઝ થયેલી આ ફિલ્મ ૧૩ ફેબ્રુઆરીએ ફરી મોટા પડદા પર આવશે.
૨૪ વર્ષ પહેલાં આવેલી યે દિલ આશિકાના ફરી રિલીઝ થશે
વૅલેન્ટાઇન્સ ડેના અવસરે ૨૪ વર્ષ પહેલાં આવેલી કરણ નાથ અને જીવધા શર્મા અભિનીત રોમૅન્ટિક-ઍૅક્શન થ્રિલર ફિલ્મ ‘યે દિલ આશિકાના’ ફરી એક વાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ૨૦૦૨માં રિલીઝ થયેલી આ ફિલ્મ ૧૩ ફેબ્રુઆરીએ ફરી મોટા પડદા પર આવશે. નિર્માતાઓએ એની સત્તાવાર જાહેરાત કરી છે અને સાથોસાથ ફિલ્મનું રીરિલીઝ-ટ્રેલર પણ લૉન્ચ કર્યું છે. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મની શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ સાથે ટક્કર થશે, કારણ કે એ ફિલ્મ પણ ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.


