Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > World Television Day: ‘ધ સિમ્પસન’ એક એનિમટેડ શૉ જેણે અમેરિકામાં જાળવી રાખી ટીવીની લોકપ્રિયતા

World Television Day: ‘ધ સિમ્પસન’ એક એનિમટેડ શૉ જેણે અમેરિકામાં જાળવી રાખી ટીવીની લોકપ્રિયતા

21 November, 2022 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમેરિકન સિટકૉમ ધ સિમ્પસન એક એવો ટીવી શૉ છે જે વિશ્વમાં બનેલી ઘટનાઓને વર્ષો પહેલા જ શૉમાં બતાવી દે છે

ધ સિમ્પસનએ શૉમાં કરેલી ડોનાલ્ડ ટ્રમ્પ માટેની ભવિષ્યવાણી (તસવીર સૌજન્ય યૂટ્યૂબ શૉમાંથી લીધેલ સ્ક્રીનગ્રૅબ) World Television Day 2022

ધ સિમ્પસનએ શૉમાં કરેલી ડોનાલ્ડ ટ્રમ્પ માટેની ભવિષ્યવાણી (તસવીર સૌજન્ય યૂટ્યૂબ શૉમાંથી લીધેલ સ્ક્રીનગ્રૅબ)


World Television Day: ‘ધ સિમ્પસન’ એક એનિમટેડ શૉ જેણે અમેરિકામાં જાળવી રાખી ટીવીની લોકપ્રિયતાને ‘ધ સિમ્પસન’ (‘The Simpsons`) 17 ડિસેમ્બર 1989ના દિવસે રિલીઝ કરવામાં આવેલો એનિમટેડ શૉએ અમેરિકાના ઇતિહાસમાં ટીવીની લોકપ્રિયતાને જાળવી રાખવાનું કામ કર્યું છે. આ શૉની અત્યાર સુધી 34 સિઝન આવી ચૂકી છે. અમેરિકન સિટકૉમ ધ સિમ્પસન એક એવો ટીવી શૉ છે જે વિશ્વમાં બનેલી ઘટનાઓને વર્ષો પહેલા જ શૉમાં બતાવી દે છે. આ ટીવી શૉએ આવું પહેલીવાર નહીં પણ આ પહેલા પણ અનેકવાર કર્યું છે. તો જાણો વિશ્વની અનેક એવી ઘટનાઓ વિશે જેની ભવિષ્યવાણી આ શૉએ કરી દીધી છે.

1994માં સિમ્પસનના એક એપિસોડમાં એવું બતાવવામાં આવ્યું હતું કે વિશ્વમાં અનેક કંપનીઓ ખર્ચો ઓછો કરવા માટે બર્ગરમાં ઘોડાનું માંસ વાપરે છે અને 18 વર્ષ પછી એટલે કે 2013માં યુરોપ અને વિશ્વની અનેક જગ્યાએ બર્ગર અને બીજા લોકપ્રિય મીટ પ્રોડક્ટ્સમાં ઘોડાનું માંસ વાપરવામાં આવ્યાના સમાચાર જાણવા મળ્યા. આ scandalમાં ટાકો બેલ (Taco Bell) જેવી પ્રસિદ્ધ કંપનીનું નામ પણ હતું.


અમેરિકાના ઈલેકશનમાં દુનિયાના બધાં જ લોકો રસ ધરાવે છે. 2008ના ઈલેકશનમાં જ્યારે અમેરિકાને પહેલા બ્લેક રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama) મળ્યા ત્યારે શૉમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે 2008ની અમેરિકાની ચુંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને એ વોટિંગ મશીનમાં એવી ભૂલ હતી કે વોટર જ્યારે ઓબામાના નામ ઉપર ક્લિક કરે ત્યારે તે મત ઓબામાના વિરોધી મિટ રોનીને મળે.


ઇબોલા વાઇરસથી (Ebola Virus) દરેક જણ વાકેફ છે. 1998ના એક એપિસોડમાં એવું બતાવાયું હતું કે દુનિયામાં ઇબોલા નામે એક વાઇરસ આવશે અને તેના 17 વર્ષ બાદ એટલે કે 2014 માં અમેરિકામાં ઇબોલા વાઇરસે કહેર મચાવ્યો હતો. ફેક્ટરી અને કેમિકલમાંથી નીકળતા રડિયેશન આજે વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગ અને અનેક નવા રોગોનું મુખ્ય કારણ છે. 

1990માં એક એપિસોડના મુખ્ય પાત્રો નદીમાં માછીમારી કરવા જાય છે અને તે નદીની નજીક કેમિકલ ફેક્ટરી હોય છે અને તે ફેક્ટરીમાંથી નીકળતું દૂષિત પાણી નદીમાં છોડવામાં આવ્યું જેથી નદીમાંની માછલીઓ ઉપર રેડીએશનની અસરને કારણે શૉના પાત્રોને એક ત્રણ આંખવાળી માછલી મળે છે. શૉમાં  દર્શાવેલી આ ઘટનાના 20 વર્ષ બાદ અર્જેંટીનાના એક માછીમારે પણ એવી જ માછલી પકડી જેની રેડીએશનને કારણે ત્રણ આંખો હતી અને તેનું કારણ પણ શૉમાં દર્શાવવામાં આવેલું પાવર પ્લાન્ટ હતું જે ઉત્પન્ન થતું પ્રદુષિત પાણી પાસેની નદીમાં છોડતા હતા.


આ પણ વાંચો : World Television Day 2022: જાણો ભારતમાં કેમ અને ક્યારથી શરૂ થઈ આ દિવસની ઉજવણી

દુનિયાના સૌથી પોપ્યુલર શૉ/વેબ સિરીઝ `ગેમ ઑફ થ્રોન્સ`નો (Game Of Thrones) અંત કેવી રીતે થયો એ તો શૉ જોનાર દરેકને યાદ હશે. આ શૉનાં અંતને કેવી રીતે દેખાડવામાં આવશે અને શૉના મુખ્ય પાત્ર કેવી રીતે કિંગ્સલેન્ડિંગને પોતાના ડ્રૈગનની મદદથી નષ્ટ કરશે એ શૉમાં ગેમ ઑફ થ્રોન્સનો લાસ્ટ એપિસોડ દેખાડવાના પહેલા જ ધ સિમ્પસનમાં બતાવી દેવામાં આવ્યો હતો.

વર્ષ 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) રાજકીય જીવન કેવું રહેશે એ આ શૉએ એક વખત નહીં પરંતુ 3 વખત દર્શાવ્યું છે. વર્ષ 2017 માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે અને તેઓ જીત બાદ કેવી રીતે સીડીથી ઉતરીને રેલીમાં શામેલ થશે અને વર્ષ 2015માં દેખાડવામાં આવેલા એક એપિસોડમાં ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2024માં ફરી અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાનું નામ નોંધાવશે, એ ધ સિમ્પસનએ 7 વર્ષ પહેલા જ શૉમાં કહી દીધું હતું. ધ સિમ્પસનએ ફક્ત આવા ચાર કે પાંચ સંજોગો નહીં પરંતુ અનેક વાર વિશ્વના ભવિષ્યમાં શું થવાનું છે એ પોતાના શૉમાં દેખાડ્યું છે, અને તે ઘણીવાર સાચું પડ્યું છે.

(વિરેન છાયા)

21 November, 2022 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK