શોમાં વિઆન તેના પ્રેમ વિશે કન્ફેસ કરે છે અને તે એમ પણ કહે છે કે રિટર્નમાં તે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી રાખતો.

અદિતિ શર્મા
સોની પર આવતી ‘કથા અનકહી’માં હવે કથા પ્રેમને બીજો ચાન્સ આપે છે કે નહીં એ જોવું રહ્યું. આ શોમાં વિઆનનું પાત્ર અદનાન ખાન અને કથાનું પાત્ર અદિતિ દેવ શર્મા ભજવી રહી છે. શોમાં વિઆન તેના પ્રેમ વિશે કન્ફેસ કરે છે અને તે એમ પણ કહે છે કે રિટર્નમાં તે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી રાખતો. જોકે બીજી તરફ કથા કહી દે છે કે તેની લાઇફમાં તેના દીકરા આરવ સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે જગ્યા નથી. આ વિશે વાત કરતાં અદિતિ દેવ શર્માએ કહ્યું કે ‘એક મમ્મી તરીકે હું કથાની સિચુએશન ખૂબ જ સારી રીતે સમજું છું. તેની પ્રાયોરિટી તેના દીકરાની ખુશી અને સ્વાસ્થ્ય હોય છે. તે નથી ઇચ્છતી કે અન્ય કોઈ વ્યક્તિ આરવની લાઇફમાં તેના પિતાની જગ્યા લે, કારણ કે મોટા ભાગના લોકો તેમની લાઇફમાં ત્રીજી વ્યક્તિને નથી આવવા દેતા. વિઆનની જ્યારે વાત છે ત્યારે તેની પર્સનાલિટીની ઘણી બાજુઓ છે. તે તેના રિલેશનમાં ખૂબ જ પ્રયત્નન કરે છે એને કથા જોઈ શકે છે, પરંતુ તેના માટે ફ્રેન્ડશિપથી આગળ કંઈ વધતું જ નથી. જોકે પેરન્ટિંગને જોઈને કથાના તેના પ્રત્યેના કેટલાક વ્યુઝ બદલાઈ જાય છે અને તેને લાગે છે કે તે એક સારો પિતા બની શકે છે. તે પ્રેમને બીજો ચાન્સ આપવા માટે હજી પણ અવઢવમાં હોય છે.’