° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


અમિત સાધે શું કામ સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો?

10 April, 2021 04:35 PM IST | Mumbai | Rashmin Shah

ડિજિટલ પ્લૅટફૉર્મ પર સુપરસ્ટાર બની ગયેલા ઍક્ટરે કોવિડની વધતી જતી મહામારીને ધ્યાનમાં રાખીને લાંબી પોસ્ટ મૂકીને સોશ્યલ મીડિયાને અત્યાર પૂરતી તિલાંજલિ આપી દીધી

અમિત સાધ

અમિત સાધ

અઢળક વેબ-સિરીઝ અને ‘કાઇપો છે’ જેવી અદ્ભુત ફિલ્મોમાં દેખાયેલા અમિત સાધે ગઈ કાલે સોશ્યલ મીડિયા હાલ પૂરતું છોડી દેવાની જાહેરાત કરી. સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને કહ્યું કે ‘અત્યારના તબક્કે જે રીતે કોરોનાની મહામારી ફેલાઈ રહી છે એ જોતાં મને લાગે છે કે મારે મારી આત્મશ્લાઘા માટે સોશ્યલ મીડિયા પર ન રહેવું જોઈએ. સૉરી, હું અત્યાર પૂરતું આ મીડિયમ છોડું છું અને ભવિષ્યમાં એવું લાગશે તો સોશ્યલ મીડિયા પર ફરી પાછો ઍક્ટિવ થઈશ.’
અમિત અત્યારે ત્રણ વેબ-સિરીઝ કરી રહ્યો છે. અમ‌િતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘આજના સમયમાં લોકોને ખાવા નથી મળતું ત્યારે હું કેવી રીતે જીવું છે એ દેખાડવા માટે સોશ્યલ મીડિયા પર ફોટો અપલોડ કરતો ફરું એ યોગ્ય ન કહેવાય અને એટલે હવે મારી સાથે કોઈ નવી અપડેટ મારા એક પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર નહીં આવે.’ ફૅન્સને તેણે કહ્યું હતું કે ‘મારાં બધાં અકાઉન્ટ ઍક્ટ‌િવ છે. તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, પણ હું તમને કહીશ કે સોશ્યલ મીડિયાને બદલે સોશ્યલ લાઇફમાં ઍક્ટિવ થવાનો સમય આવ્યો છે.’

10 April, 2021 04:35 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ટીવી અભિનેતા રવિ દુબે પણ આવ્યો કોરોનાની ચપેટમાં, અત્યારે હૉમ આઈસોલેશનમાં

સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને ફૅન્સને આપી માહિતી

11 May, 2021 05:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

ઉત્તરાખંડને મદદ કરવા માટે રાઘવ જુયાલે કરી વિનંતી

રાઘવ પણ કોરોના પૉઝિટિવ થયો હતો અને નેગેટિવ થયા બાદ તે હવે તેના હોમ ટાઉનમાં જ છે

11 May, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

સિંગર બનવાને બદલે છવી કેવી રીતે ઍક્ટ્રેસ બની ગઈ?

‘પ્રેમબંધન’ની લીડ ઍક્ટ્રેસ છવી પાંડે દસકા પહેલાં ૨૦થી વધુ મ્યુઝિક-ડિરેક્ટરને મળી ચૂકી હતી

11 May, 2021 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK