Akshay Kumar jokes about Karisma Kapoor: બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂરની અક્ષય કુમારે પોલ ખોલી દીધી છે; ગેમ શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’માં કપૂર ખાનદાનની મુંબઈમાં કેટલી પ્રોપર્ટી છે તે વિશે ‘ખિલાડી’એ ખુલ્લેઆમ કર્યો ખુલાસો
અક્ષય કુમાર અને કરિશ્મા કપૂરની ફાઇલ તસવીર
બોલીવુડ (Bollywood) અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં સોની ટીવી (Sony TV)ના શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ (Wheel Of Fortune) છે. શોના લેટેસ્ટ એપિસોડમાં, અક્ષય કુમારની પહેલી હિરોઇન, અભિનેત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor) આવી હતી. કરિશ્મા કપૂર, મૌની રોય (Mouni Roy) અને અનુ મલિક સાથે (Anu Malik) શોમાં જોવા મળી હતી. શો દરમિયાન થઈ રહેલી વાતચીતમાં અક્ષય કુમારે મુંબઈમાં કપૂર પરિવારની રિયલ એસ્ટેટ વિશે મજાક કરી હતી.
સોની ટીવીના શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ના લેટેસ્ટ એપિસોડમાં ગેસ્ટ કરિશ્મા કપૂર, મૌની રોય અને અનુ મલિક સાથે હોસ્ટ અક્ષય કુમાર હળવા મૂડમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
મસ્તીના મૂડમાં અક્ષય કુમાર
શોમાં કરિશ્મા કપૂર સાથે વાત કરતી વખતે, અક્ષય કુમારે મજાકમાં કહ્યું કે (Akshay Kumar jokes about Karisma Kapoor), કરિશ્મા, તેની બહેન કરીના કપૂર (Kareena Kapoor) અને તેમની માતા બબીતા કપૂર (Babita Kapoor) પાસે બાંદ્રા (Bandra)ની લગભગ દરેક ઇમારતમાં ફ્લેટ છે. અક્ષયે કહ્યું કે, ‘બાંદ્રામાં, દરેક બિલ્ડિંગમાં તેમનો એક ફ્લેટ છે. બિલ્ડિંગના બોર્ડ પર `કે કપૂર` લખેલું હશે. તેઓ તેમનું આખું નામ નથી લખતા. બબીતા કપૂરનું નામ નેમપ્લેટ પર ‘બી કપૂર’ તરીકે પણ દેખાય છે.’
મજાકને વધુ આગળ વધારતા અક્ષય કુમારે કહ્યું કે, ‘મેં તેમને પૂછ્યું, ‘તેઓ આટલા બધા ફ્લેટ કેમ ખરીદી રહ્યા છે?’ તેઓ મને કહે છે કે તેઓ સાંતાક્રુઝ (Santa Cruz) અને ખાર (Khar) પણ જવા માંગે છે. પરંતુ તેઓ પ્રામાણિક લોકો છે, તેઓ એક બિલ્ડિંગમાં એક કરતાં વધુ ફ્લેટ ખરીદતા નથી. બાકીના ફ્લેટ તેઓ બીજા લોકો માટે છોડી દે છે. કરિશ્મા દરરોજ અલગ અલગ ફ્લેટમાં રાત વિતાવે છે.’
આ સાંભળીને બધા મહેમાનો હસી પડ્યા હતા.
View this post on Instagram
કરિશ્મા કપૂરે આપ્યો વળતો જવાબ
અક્ષય કુમારની ટિપ્પણી પર કરિશ્મા કપૂરે પણ મજાનો જવાબ આપ્યો. પ્રતિક્રિયા આપતા, કરિશ્માએ દાવાને ફગાવી દીધો અને મજાકમાં તેના પર પ્રહાર કરતા કહ્યું, ‘કુછ ભી. શું તમને ખબર છે કે તે (અક્ષય) આખા જુહુ (Juhu)નો માલિક છે?’
અક્ષય-કરિશ્માનો અદ્ભુત ડાન્સ
શોમાં અક્ષય કુમારે ખુલાસો કર્યો કે, કરિશ્મા કપૂર તેની પ્રથમ હિરોઈન હતી. બંનેએ ૩૪ વર્ષ જૂની ફિલ્મ ‘દીદાર’ (Deedar)ના ગીત ‘દીદાર હો ગયા મુઝકો પ્યાર હો ગયા’ પર ડાન્સ કર્યો હતો. ફિલ્મ ‘દીદાર’ ૧૯૯૨ માં રિલીઝ થઈ હતી અને તેનું નિર્માણ પ્રમોદ ચક્રવર્તી (Pramod Chakravorty) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. અક્ષય કુમારે આનંદ કે. મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી, અને કરિશ્મા કપૂરે સપના સક્સેનાની ભૂમિકા ભજવી હતી.


