‘તેરા યાર હૂં મૈં’માં તે જોવા મળી હતી અને હવે વેબ-શો ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં દેખાશે

વિભૂતિ ઠાકુર
વિભૂતિ ઠાકુરને રોહિત શેટ્ટીના શો ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ માટે પસંદ કરવામાં આવી છે. વિભૂતિ ટીવી-સિરિયલ ‘તેરા યાર હૂં મૈં’માં જોવા મળી હતી. તેનું પાત્ર નાનકડું, પરંતુ મહત્ત્વનું હશે એવી ચર્ચા છે, જે સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવશે. વિભૂતિએ અગાઉ રોહિત શેટ્ટી સાથે રણવીર સિંહ અને સારા અલી ખાનની ‘સિમ્બા’માં પણ કામ કર્યું હતું. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં વિભૂતિએ કહ્યું હતું કે ‘આ સમયે હું વધુ જણાવી શકું એમ નથી, પરંતુ હું એટલું જરૂર કહી શકું કે હું આ સિરીઝ કરી રહી છું. રોહિત સર સાથે મારા સારા સંબંધ છે અને તેમની સાથે કામ કરવાની બહુ મજા આવે છે. મને ખુશી છે કે ‘સિમ્બા’ બાદ હું ફરી તેમની સાથે કામ કરી રહી છું.’
વિભૂતિનો મોબાઇલ-નંબર કોઈએ ઑનલાઇન લીક કરી દીધો હતો. તેને ખૂબ ગંદા-ગંદા મેસેજ અને સેક્સ્યુઅલ ફેવર્સ માગવામાં આવી રહ્યાં હતાં. એ માટે તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી હતી. આ વિશે વાત કરતાં વિભૂતિએ કહ્યું હતું કે ‘મારી ઘણી રાત ખરાબ થઈ હતી. આ ટ્રૉમાને કારણે મારો સ્ટ્રેસ વધી જતાં મારી હેલ્ધ ખરાબ થઈ ગઈ હતી. મારી લાઇફનો એ ખૂબ ખરાબ સમય હતો. જોકે મને ખુશી છે કે આ શો મારા માટે આશાનું વધુ એક કિરણ લઈને આવ્યો છે.’