તેમનો દીકરો મર્ચન્ટ નેવીમાં છે અને તે જ્યારે મુંબઈ આવશે ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નીલુ કોહલીના હસબન્ડનું બાથરૂમમાં પગ લપસતાં નિધન
ટીવી-ઍક્ટ્રેસ નીલુ કોહલીના હસબન્ડ હરમિન્દર સિંહ કોહલીનું બાથરૂમમાં પગ લપસી જતાં અવસાન થયું છે. એવું જાણવા મળ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ઘરમાં હાઉસ-હેલ્પ હાજર હતા. તેઓ તરત તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેમનો દીકરો મર્ચન્ટ નેવીમાં છે અને તે જ્યારે મુંબઈ આવશે ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ હરમિન્દર સિંહ કોહલી જ્યારે ગુરુદ્વારાથી ઘરે પાછા ફર્યા બાદ બાથરૂમમાં ગયા હતા. ઘણા વખત સુધી તેઓ બહાર ન આવતાં હાઉસ-હેલ્પે તપાસ કરી તો તેઓ જમીન પર પડેલા જોવા મળ્યા હતા. તેમની દીકરી સાહિબાએ કહ્યું કે ‘હા. આ સાચી વાત છે. તેમનું અચાનક નિધન થયું છે. મારો ભાઈ મર્ચન્ટ નેવીમાં છે, તે જ્યારે બે દિવસ પછી ઘરે આવશે ત્યારે પપ્પાની અંતિમવિધિ થશે. મારી મમ્મીની પણ સ્થિતિ સારી નથી. તેઓ પણ આ ઘટના બની ત્યારે બહાર ગયાં હતાં.’