શૉમાં રાજ બબ્બરે કહ્યું હતું કે જ્યારે રાજકારણની વાત આવે છે ત્યારે લોકોમાં ઘણી ગેરસમજ હોય છે. લોકોને લાગે છે કે જો તેઓ રાજકારણમાં છે તો પૈસાની કમી નથી, જ્યારે વાસ્તવિક જીવનમાં તેમની સાથે આવું કંઈ થયું નથી

ફાઇલ તસવીર
તાજેતરમાં રાજ બબ્બર (Raj Babbar) તેના ત્રણ બાળકો પ્રતીક બબ્બર, આર્ય બબ્બર અને જુહી બબ્બર સાથે `ધ કપિલ શર્મા શૉ’ (The Kapil Sharma Show)માં પહોંચ્યા હતા. કપિલના શૉના ઘણા પ્રોમો સામે આવ્યા છે, જેમાં તે બબ્બર પરિવાર સાથે ખૂબ મજાક-મસ્તી કરે છે. શૉમાં રાજ બબ્બરે કહ્યું હતું કે જ્યારે રાજકારણની વાત આવે છે ત્યારે લોકોમાં ઘણી ગેરસમજ હોય છે. લોકોને લાગે છે કે જો તેઓ રાજકારણમાં છે તો પૈસાની કમી નથી, જ્યારે વાસ્તવિક જીવનમાં તેમની સાથે આવું કંઈ થયું નથી.
કપિલ શર્માના સવાલ પર ફની જવાબ
આ વીડિયો સોની ટીવીના ઑફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર શૅર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું લખવામાં આવ્યું છે કે, “જુઓ કેવી રીતે કપ્પુના પ્રશ્નો રાજ બબ્બરના જીવનની કેટલીક રોમાંચક વાતોને બહાર લાવશે.” વીડિયોમાં કપિલ શર્મા (Kapil Sharma)એ રાજ બબ્બરને પૂછ્યું કે, “શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે નિર્માતાએ તમારું પેમેન્ટ રોક્યું હોય અને જ્યારે તમે રાજનીતિમાં આવ્યા ત્યારે તે પ્રોડ્યુસર પૈસા આપવા આવ્યો હોય?” રાજ બબ્બરે કહ્યું કે, “જ્યારે હું સામાજિક જીવનમાં ગયો ત્યારે નિર્માતાએ જે પૈસા આપવાના હતા તે આપવાનું બંધ કરી દીધું.”
View this post on Instagram
`રાજકારણ વિશે લોકો ખોટું વિચારે છે`
રાજ બબ્બર આગળ કહે છે કે, “નિર્માતાઓને લાગે છે કે હવે રાજ જીને પૈસાની શું જરૂર છે. તે રાજકારણની ખૂબ જ ખોટી છાપ છે. લોકો એવું વિચારે છે કે એકવાર તમે રાજકારણમાં જાઓ તો તમે 100-500 કરોડની સંપત્તિના માલિક બની જાઓ છો. મને થયું કે હું ન તો ઘરનો રહ્યો ન ઘાટનો. અહીંથી પેમેન્ટ મળ્યું નથી અને ત્યાં કંઈ કમાઈ નથી.”
આ પણ વાંચો: કરીના કપૂરના સવાલ પર કપિલ શર્માએ કહ્યું બે બાળકો છે એ ડાઉનલોડ થોડા કર્યા છે!
ઉલ્લેખનીયક છે કે “રાજ બબ્બર કૉંગ્રેસ પાર્ટીના સભ્ય છે. તાજેતરમાં તેમણે OTT પર ડેબ્યૂ કર્યું હતું. તે કૉમેડી શૉ `હેપ્પી ફેમિલી - કન્ડિશન્સ એપ્લાય`માં જોવા મળ્યા હતા. તેમાં અતુલ કુલકર્ણી, રત્ના પાઠક શાહ, સનાહ કપૂર અને આયેશા જુલ્કા પણ છે.