Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ડેટ પર જવા માટે બિલાડીની મદદ લીધી હતી રાધિકાએ

ડેટ પર જવા માટે બિલાડીની મદદ લીધી હતી રાધિકાએ

22 September, 2022 01:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાધિકા હાલમાં જ સૈફ અલી ખાન સાથે ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી હતી

સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે

The Kapil Sharma Show

સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે


રાધિકા આપ્ટેનું કહેવું છે કે ડેટ પર જવા માટે તેણે એક વાર બિલાડીની મદદ લીધી હતી. રાધિકા હાલમાં જ સૈફ અલી ખાન સાથે ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી હતી. તે આ શોમાં પહેલી વાર ગઈ હતી. કપિલ શર્માએ તેને પૂછ્યું હતું કે એ સાચી વાત છે કે તેણે ડેટ પર જવા માટે બિલાડીની મદદ લીધી હતી. આ વિશે જવાબ આપતાં રાધિકાએ કહ્યું હતું કે ‘એક વાર એવું થયું હતું. એક જ દિવસે ડેટ પર જવા માટે મને બે છોકરાઓએ પૂછ્યું હતું. એક મારો અત્યારનો હસબન્ડ બેનેડિક્ટ હતો અને એક અન્ય છોકરો હતો. કોની સાથે જવું એ વિશે હું કન્ફ્યુઝ હોવાથી મારી રૂમમેટે મને કહ્યું હતું કે હું બિલાડીની મદદ લઉં. બિલાડી રોજ અમારે ત્યાં ખાવા માટે આવતી હતી. આથી એક બાઉલમાં મેં ટુના માછલી રાખી હતી અને બીજા બાઉલમાં બીજી માછલી રાખી હતી. ટુના માછલી જો બિલાડી ખાય તો હું બેનેડિક્ટ સાથે જઈશ અને અન્ય માછલી ખાય તો હું અન્ય છોકરા સાથે જઈશ એવું નક્કી કર્યું હતું. બિલાડીએ ટુના માછલી ખાધી હતી અને હું બેને​ડિક્ટ સાથે ડેટ પર ગઈ હતી જે આજે મારો હસબન્ડ છે. અમે બાર વર્ષથી લગ્નજીવનમાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2022 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK