રેલવે ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા આ લીવને ધ્યાનમાં લેવામાં નહોતી આવી. આમ છતાં તે રજા પર ગયો હોવાથી હવે રેલવે દ્વારા તેના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ની તેરમી સીઝનમાં ભાગ લેનાર રેલવે કર્મચારી દેશબંધુ પાન્ડે વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. આ શોમાં ભાગ લેવા માટે તે કોટાથી મુંબઈ આવ્યો હતો. ૯થી ૧૩ ઑગસ્ટ સુધી તે મુંબઈમાં હતો. આ શોમાં તે ૩.૪૦ લાખ રૂપિયા જીત્યો હતો. ૬.૪૦ લાખનો સવાલ ખોટો પડતાં તે ફક્ત ૩.૪૦ લાખ રૂપિયા પોતાની સાથે લઈ જઈ શક્યો હતો. આ શોમાં ભાગ લેવા માટે તેણે તેના સિનિયર પાસે રજાની વાત કરી હતી. જોકે રેલવે ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા આ લીવને ધ્યાનમાં લેવામાં નહોતી આવી. આમ છતાં તે રજા પર ગયો હોવાથી હવે રેલવે દ્વારા તેના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.

