TMKOC: ભિડે માસ્ટરની દીકરી સોનુનો હૉટ અંદાજ,ડાન્સે ઉડાવ્યા ચાહકોના હોંશ
તસવીર સૌજન્ય (પલક સિદ્ધવાની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) દરેક ઉંમરના લોકોને ગમે છે. શૉમાં આત્મારામ ભિડે અને માધવી ભાભીની દીકરીનું પાત્ર પલક સિધવાની (Palak Sindhwani) ભજવી રહી છે. પલક રિયલ લાઇફમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તાજેતરમાં જ તેણે પોતાનો એક ડાન્સ વીડિયો શૅર કર્યો છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
પલક સિધવાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે હાય ગર્મી ગીત પર ડાન્સ કરી રહી છે. આ શૅર કરતા તેણે લખ્યું છે કે, "બિહાઇન્ડ ધ સીન્સ, તમે પણ એન્જૉય કરો." વીડિયો શરૂ થતી વખતે તેમાં એક વૉર્નિંગ લખેલી છે કે જે તમે જોવા જઈ રહ્યા છો તે ખૂબ જ હૉટ છે. ચાહકો વીડિયો પર ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયોમાં પલક જ્યારે ડાન્સ કરે છે ત્યારે જેવી હાય ગર્મીવાલી લાઇન આવે છે તો માધવી ભાભી આવી જાય છે. તે ગીતમાં એવું બતાવે છે કે તેમને ખૂબ જ ગર્મી અનુભવાઇ રહી છે. બન્નેના આ વીડિયો પર કોમેન્ટ્સ કરતા મીડિયા યૂઝર્સ લખે છે કે, "આ વીડિયો ખૂબ જ સારો છે. આવા વીડિયોઝ હજી વધુ બનાવતા રહો." અન્ય એક યૂઝરે લખ્યું છે, "મા અને દીકરી છે." એકે લખ્યું, "હાય ગર્મી" તો બીજાએ લખ્યું 'ખરેખર આ વીડિયો ખૂબ જ હૉટ છે.' તો અન્યએ લખ્યું, "કોઇની નજર ન લાગે."
આ પહેલા પણ પલકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે માધવી ભાભી એટલે કે અભિનેત્રી સોનાલિકા જોશી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. શૉમાં સોનાલિકા જોશી પલક એટલે કે સોનુની મમ્મીનો રોલ પ્લે કરે છે.
સોનુનું પાત્ર હવે નિધિ ભાનુશાલીની જગ્યાએ પલક સિદ્ધવાની ભજવી રહી છે. પલક સિદ્ધવાની સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા કેટલીક એડ ફિલ્મ્સમાં દેખાઇ ચૂકી છે. પલક રોનિત રૉય અને ટિસ્કા ચોપરાની વેબ સીરિઝ હૉસ્ટેજમાં પણ જોવા મળી હતી. તે ડાન્સ ક્લાસ પણ જાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અભિનેત્રીને આ પાત્ર માટે માસિક 20થી 30 હજાર રૂપિયા મળે છે.


