જાણો કેમ ઈન્ટરવ્યૂમાં આવી ગયો 'બબીતાજી'ને ગુસ્સો, કહીં દીધી આવી વાત
બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા
સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.
ચાર મહિનાના લાંબા બ્રેક બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ ફ્રેશ એપિસોડ સાથે ટીવી પર પાછી ફરી છે. કોરોના વાઈરસના લીધે થયેલા લૉકડાઉનના કારણે બધા ટીવી શૉઝ અને ફિલ્મોની શૂટિંગ બંધ થઈ હતી પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારની કેટલીક ગાઈડલાઈન્સને ફૉલો કરતા શૉઝની શૂટિંગ શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનો રોલ પ્લે કરનારી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ઘણી વાર પોતાના અભિપ્રાય માટે જાણીતી છે. મુનમુન જાનવરોને ઘણો પ્રેમ કરે છે અને હંમેશા લોકોને જાનવરોના સુરક્ષાને લઈને લોકોને મેસેજ પણ શૅર કરતી રહે છે. હાલમાં જ એક અવૉર્ડ શૉમાં પહોંચેલી મુનમુન દત્તાની સામે કઈ એવું થઈ જાય છે, જે જોઈને ચાલી રહેલા ઈન્ટરવ્યૂ દરમિયાન એનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે.
હકીકતમાં, મુનમુનની એન્ટ્રી વખતે એક ડૉગી એમની પાસેથી પસાર થાય છે. તે સમય દરમિયાન મુનમુન ઈન્ટરવ્યૂ આપી રહી હતી. ડૉગીને જોઈને ત્યાના સિક્યોરિટી ગાર્ડ એક્ટિવ થઈ જાય છે અને એને ડૉગીને ભગાવી દે છે. જે જોઈને મુનમુન અચાનક ઈન્ટરવ્યૂ છોડીને ગાર્ડ પાસે જાય છે અને કહે છે જાનવરો સાથે આવો વર્તાવ બંધ કરો અને અહીંયા તો ભૂલીને પણ આવું કરવાનો પ્રત્યન નહીં કરતા.
આ પણ જુઓ : Valentine's Day: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી ગ્લેમરસ, જુઓ ફોટોઝ
ખબર છે કે આ શૉ 4 મહિના પછી ફરી શરૂ થયો છે. કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે સીરીયલ શૂટિંગ બંધ થઈ ગઈ હતી. આ કારણોસર ટીવી પર જૂના શૉ બતાવવામાં આવી રહ્યા હતા. હવે બધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીવી શૉની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ પણ તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને શરૂ થઈ ગઈ છે.