અનુપમા અને ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી વચ્ચે ભારે ટક્કરની ચર્ચા છે ત્યારે રૂપાલી ગાંગુલીએ આ નિવેદન આપ્યું છે
રૂપાલી ગાંગુલી અને સ્મૃતિ ઈરાની
એકતા કપૂરના શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન શરૂ થઈ ગઈ છે. જ્યારથી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનની જાહેરાત થઈ છે ત્યારથી સોશ્યલ મીડિયા પર ચર્ચા છે કે હવે રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’ને જોરદાર ટક્કર મળવાની છે. હવે આ ચર્ચા પર રૂપાલી ગાંગુલીએ પ્રતિક્રિયા આપી છે.
એક ઇન્ટરવ્યુમાં રૂપાલીએ જણાવ્યું છે કે ‘ભારતીય ટેલિવિઝન માટે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ એક નિર્ણાયક શો હતો. હું સ્મૃતિ ઈરાની પર ગર્વ અનુભવું છું. તેઓ પ્રેરણા છે. જ્યારે પણ હું તેમને જોઉં છું ત્યારે મને ગર્વ થાય છે અને હવે સ્ટાર પ્લસ પર શો પાછો આવ્યો છે, એ એને વધુ ખાસ બનાવે છે. હું આખી ટીમને અભિનંદન આપું છું.’
ADVERTISEMENT
‘અનુપમા’ અને ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની તુલના પર એકતા કપૂરે પણ પ્રતિક્રિયા આપી છે. એકતાએ કહ્યું, ‘બન્ને શોની તુલના કરવી ખોટું છે. અમે અમારી વાર્તા કહીશું. લીડ શો અને પાત્રો વચ્ચે તુલના કરવી યોગ્ય નથી.’


