‘કૌન બનેગા કરોડપતિ’નો આ દિવાળી સ્પેશ્યલ એપિસોડ ૨૯ અને ૩૦ ઑક્ટોબરે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે.
કૌન બનેગા કરોડપતિમાં રામાયણની કાસ્ટ
નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ના કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળશે. આ ખાસ એપિસોડમાં તહેવારની ખુશીઓની સાથે કલાકારો વચ્ચે હસી-મજાક પણ જોવા મળશે. શોના આ વિશેષ એપિસોડમાં દિવાળીની ઉજવણીની સાથે ‘રામાયણ’ સાથે જોડાયેલી ભક્તિ અને આસ્થાની ઝલક પણ જોવા મળશે. ‘કૌન બનેગા કરોડપતિ’નો આ દિવાળી સ્પેશ્યલ એપિસોડ ૨૯ અને ૩૦ ઑક્ટોબરે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે.
રામાયણના નવા ગીત મંગલ રંગમાં જોવા મળ્યો રામ-સીતાના વિવાહનો દિવ્ય નઝારો
ADVERTISEMENT

રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ‘રામાયણ’ મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે અને ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે ત્યારે તાજેતરમાં જ ‘રામાયણ’નું એક ગીત ‘મંગલ રંગ’ રિલીઝ થયું છે. આ ગીતે યુટ્યુબ પર આવતાંની સાથે જ દર્શકોનાં દિલ જીતી લીધાં છે. ‘મંગલ રંગ’ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના વિવાહનું દિવ્ય દૃશ્ય જોવા મળે છે.
ગીતમાં માતા સીતાના સ્વયંવરથી લઈને તેમના વિવાહ અને ત્યાર બાદ ભગવાન રામ સાથે વનવાસ જવા સુધીની દરેક બાબત સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ગીતમાં માતા સીતાની ભૂમિકામાં સાઈ પલ્લવી અને ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર અત્યંત સુંદર લાગી રહ્યાં છે. બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી પણ અદ્ભુત છે. આ ગીતને શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહે સ્વર આપ્યો છે. ગીતનું સંગીત એ. આર. રહમાને આપ્યું છે, જ્યારે એના શબ્દો કુમાર વિશ્વાસે લખ્યા છે.
