શોની લીપમાં દુઆની દીકરીઓ ઇબાદત અને મન્નતની જર્ની દેખાડવામાં આવશે
ધીરજ ધૂપર
ઝીટીવી પર આવતી સિરિયલ ‘રબ સે હૈ દુઆ’માં બાવીસ વર્ષની લીપ આવવાની છે. એમાં સુભાનના રોલમાં ધીરજ ધૂપર દેખાવાનો છે. ૨૧ ફેબ્રુઆરીથી શોની લીપમાં દુઆની દીકરીઓ ઇબાદત અને મન્નતની જર્ની દેખાડવામાં આવશે. તેઓ પુરુષો દ્વારા કરવામાં આવતાં એક કરતાં વધુ લગ્નો પર સવાલ કરે છે. તેમનું માનવું છે કે કેટલાક પુરુષો આ કાયદાનો ગેરફાયદો લે છે. સુભાનની વાત કરીએ તો તે અનેક વર્ષો સુધી વિદેશ રહે છે અને ત્યાં તે ફૅમિલી બિઝનેસ સંભાળે છે. એ સિવાય તે યુટ્યુબ પર સિન્ગિંગ સેન્સેશન છે. એ ઓળખ તેણે છુપાવી રાખી છે. તેનું માનવું છે કે પ્રેમ અને ખુશી આપવાનું માધ્યમ મ્યુઝિક છે. તે પોતાના ચહેરાને માસ્કથી ઢાંકી રાખે છે. સુભાન નમ્ર છે અને તે સંબંધોની કાળજી રાખવામાં માને છે. પોતાના આ રોલ વિશે ધીરજ ધૂપરે કહ્યું કે ‘ઝીટીવી પર પાછા ફરવાની મને ખુશી છે અને એમાં પણ ઇન્ટરેસ્ટિંગ શો ‘રબ સે હૈ દુઆ’નો ભાગ બનવું. હું સુભાનનો રોલ ભજવી રહ્યો છું, જે બિઝનેસમૅન સાથે પોતાની સિન્ગિગં સેન્સેશનની ઓળખ છુપાવી રાખે છે. આ કૅરૅક્ટરને એક્સ્પ્લોર કરવા માટે હું આતુર છું. શોની અનોખી સ્ટોરીએ મને આકર્ષિત કર્યો છે. એની સફળતામાં યોગદાન આપવા માટે હું ઉત્સુક છું. આ જોશથી ભરેલી તક છે. લીપ બાદ સ્ટોરીમાં આવનાર ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ દર્શકોને દેખાડવા હું આતુર છું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)