નિહારિકાએ કહ્યું કે ‘આ શો મારા માટે શું મહત્ત્વ ધરાવે છે એને હું શબ્દોમાં નથી વર્ણવી શકતી. ‘ફાલતુ’ હંમેશાં મારા દિલની નજીક રહેશે.
નિહારિકા ચોકસી
નિહારિકા ચોકસી તેની સિરિયલ ‘ફાલતુ’ને લઈને ઇમોશનલ થઈ ગઈ છે. સ્ટાર પ્લસ પર આવતી આ સિરિયલ પર હવે પડદો પડી જવાનો છે. તેનું કહેવું છે કે આ સિરિયલે તેને ઘણુંબધુ શીખવાડ્યું છે. આ શોમાં તેની સાથે આકાશ આહુજા, મહેશ ઠાકુર અને રાખી ટંડન છે. આ શો ગયા વર્ષે શરૂ થયો હતો. હવે શો વિશે નિહારિકાએ કહ્યું કે ‘આ શો મારા માટે શું મહત્ત્વ ધરાવે છે એને હું શબ્દોમાં નથી વર્ણવી શકતી. ‘ફાલતુ’ હંમેશાં મારા દિલની નજીક રહેશે. એક ઍક્ટર તરીકે મને એમાંથી ઘણું શીખવા મળ્યું છે અને એ શો હંમેશાં મારી સાથે જોડાયેલો રહેશે. હું બધું મિસ કરીશ. હું તો અત્યારથી જ બધાને મિસ કરવા માંડી છું. ફાલતુ બનીને હું હજી પણ સામાન્ય રીતે વાતચીત કરું છું. સાથે કામ કરવાની અમને ખૂબ મજા પડી. એની સાથે અનેક સ્પેશ્યલ મોમેન્ટ જોડાયેલી છે. અમે એક પરિવાર જેવા છીએ.’
સાથે જ તેના કો-ઍક્ટર આકાશ આહુજા વિશે નિહારિકાએ કહ્યું કે ‘અમારી ફ્રેન્ડશિપ સમયની સાથે ખૂબ આગળ વધી છે. તે મારો બેસ્ટ કો-ઍક્ટર છે અને મને લાઇફ ટાઇમ બેસ્ટ ફ્રેન્ડ મળી ગયો છે. અમારી ફ્રેન્ડશિપ હંમેશાં રહેશે. હું અમારા મજેદાર ઇન્ટરવ્યુ અને સાથે કામ કરવાને મિસ કરીશ. આશા રાખું કે અમે બન્ને અન્ય શોમાં સાથે કામ કરીએ.’

