Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાતે ત્રણ વાગ્યે એક વ્યક્તિએ મને ઘરે મળવા બોલાવી હતી

રાતે ત્રણ વાગ્યે એક વ્યક્તિએ મને ઘરે મળવા બોલાવી હતી

23 April, 2024 06:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાસ્ટિંગ કાઉચ પર છલકાયું મનીષા રાનીનું દર્દ

મનીષા રાનીની તસવીર

મનીષા રાનીની તસવીર


ઝલક દિખલા જા 11’માં વિજેતાનો તાજ મેળવનાર મનીષા રાનીને પણ કાસ્ટિંગ કાઉચના શિકાર થવું પડ્યું હતું. એક માણસે તેને રાતે ત્રણ વાગ્યે કૉલ કરીને ઘરે મળવા બોલાવી હતી અને તેણે જ્યારે ના પાડી તો તે માણસ ખૂબ ગુસ્સે થયો હતો. ‘બિગ બૉસ OTT 2’માં તે સેકન્ડ રનર અપ હતી. એ અજાણ્યા માણસે પોતે ‘બિગ બૉસ’ની ટીમનો હોવાનું જણાવ્યું હતું. સાથે જ મનીષાને ખાતરી આપી હતી કે તેને તે ‘બિગ બૉસ’માં મોકલશે. એ આખી ઘટના વિશે મનીષા કહે છે, ‘હું એક વખત બિહાર મારા ઘરે માત્ર ૪-૫ દિવસ માટે ગઈ હતી. એ સમયે તેણે મને કૉલ કરીને પૂછ્યું કે શું તને કલર્સમાં નથી જવું, ‘બિગ બૉસ’માં નથી જવું? ઘરે જઈને બેસી ગઈ છે. તું અત્યારે જ મુંબઈ આવી જા. એથી હું મુંબઈ માટે સ્પેશ્યલ ટિકિટ લઈને આવી કે મને તો ‘બિગ બૉસ’માં જવાની તક મળશે.’ મનીષાએ અડધી રાતે તેના ઘરે જવાની ના પાડતાં તે માણસ ખૂબ ભડકી ગયો હતો. એ વિશે મનીષા કહે છે, ‘એક વખત તેણે રાતે ૩ વાગ્યે કૉલ કરીને કહ્યું કે મારા ઘરે આવી જા. તો મેં તેને ચોખ્ખી ના પાડી દીધી હતી. ફાઇનલી મને હવે એ સમજમાં આવી ગયું છે કે કોઈ કોઈની મદદ નથી કરતું.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 06:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK