Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી શોના આ જાણીતા અભિનેતાનું નિધન, લોકોએ વ્યક્ત કર્યો શોક

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી શોના આ જાણીતા અભિનેતાનું નિધન, લોકોએ વ્યક્ત કર્યો શોક

Published : 08 September, 2024 02:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away: મીડિયા અહેવાલો અનુસાર વિકાસનું કાર્ડિયાક અરેસ્ટને લીધે અવસાન થયું છે.

વિકાસ શેઠી (તસવીર: મિડ-ડે)

વિકાસ શેઠી (તસવીર: મિડ-ડે)


ભારતની ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી સિરિયલના જાણીતા અભિનેતાનું મૃત્યુ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) થતાં ટીવી ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે. 2000 ના દાયકામાં ભારતીય ટેલીવિઝનના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ના અભિનેતા વિકાસ સેઠીનું નિધન થયું છે. આ સમાચારને લઈને તેમના ચાહકોને પણ મોટો આઘાત લાગ્યો છે.
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા અને કસૌટી ઝિંદગી કી’ જેવા અનેક ટીવી જેવા શો સાથે ભારતના ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલા ઍક્ટર વિકાસ સેઠીનું (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) આઠમી સપ્ટેમ્બર રવિવારના રોજ નિધન થયું હતું. મીડિયા અહેવાલો અનુસાર વિકાસનું કાર્ડિયાક અરેસ્ટને લીધે અવસાન થયું હતું. જો કે તેના નિધન બાબતે શોકગ્રસ્ત પરિવાર દ્વારા હજી સુધી કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ઇન્સ્ટાગ્રામ પર વિકાસની છેલ્લી પોસ્ટ આ વર્ષે મે મહિનામાં શૅર કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક મહિનાથી વિકાસ સોશિયલ મીડિયા (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) પર ઇનેક્ટિવ પણ રહ્યો હતો. વિકાસના નિધનના સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં શોક મેસેજ સેન્ડ કર્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું "બહુ જલ્દી ચાલ્યો ગયો...તેના બે નાના બાળકો છે," તો બીજા યુઝરે લખ્યું, "ઓમ શાંતિ! તે ખૂબ જ સુંદર હતો, તેને ઘણા શો અને મ્યુઝિક વીડિયોમાં જોયો છે! આ દુઃખદ છે..."


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikas Sethi (@vikass.sethi)




વિકાસ 2000 ના દાયકામાં કેટલી સૌથી લોકપ્રિય ટીવી સિરિયલમાં (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) જુદા જુદા રોલ પ્લે કરવા માટે જાણીતો હતો. તેણે તેની તત્કાલીન પત્ની અમિતા સાથે ડાન્સ રિયાલિટી ‘શો નચ બલિયે’ની ત્રીજી સિઝનમાં પણ ભાગ લીધો હતો. ટીવી સિરિયલો ઉપરાંત વિકાસે બૉલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. વિકાસે શાહરુખ ખાન અને હૃતિક રોશન સ્ટારર કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘કભી ખુશી કભી’ ગમમાં પણ અભિનય કર્યો હતો, જેમાં તે કરીના કપૂરના મિત્ર, રોબીના રોલમાં જોવા મળ્યો હતો.
વિકાસે 2001 ની ફિલ્મ, ‘દિવાનપન’માં પણ કામ કરતું હતું. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિયા મિર્ઝા લીડ રોલમાં જોવા મળ્યા ભૂમિકામાં હતા. આ સ્તહે 2019 માં, વિકાસે તેલુગુ હિટ ફિલ્મ આઈસ્માર્ટ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) શંકરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. વિકાસ સેઠી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતો. તે અવારનવાર તેની પત્ની જ્હાન્વી સેઠી અને જોડિયા બાળકોના ફોટા અને વીડિયો શૅર કરતો હતો. તેણે છેલ્લી પોસ્ટ 12 મેના રોજ કરી હતી, જેમાં તે તેની મમ્મી સાથે જોવા મળ્યો હતો. વિકાસ પાછળ તેના પરિવારમાં હવે તેની પત્ની અને નાના જોડિયા બાળકો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2024 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK