Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હોર્મુઝની ખાડીમાં સમુદ્રી બૉમ્બ લગાવી રહેલાં ઈરાનનાં ૧૬ જહાજો પર અમેરિકાનો બૉમ્બમારો

હોર્મુઝની ખાડીમાં સમુદ્રી બૉમ્બ લગાવી રહેલાં ઈરાનનાં ૧૬ જહાજો પર અમેરિકાનો બૉમ્બમારો

Published : 12 March, 2026 09:13 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝની ખાડી નજીક ૧૬ ઈરાની જહાજો પર બૉમ્બમારો કર્યો હતો.

હોર્મુઝની ખાડી

હોર્મુઝની ખાડી


અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝની ખાડી નજીક ૧૬ ઈરાની જહાજો પર બૉમ્બમારો કર્યો હતો. અમેરિકાનો આરોપ હતો કે આ જહાજો ખાડીમાં સમુદ્રી માઇન્સ લગાવી રહ્યાં હતાં. અમેરિકાને આની જાણ થતાં આ જહાજોનો નાશ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઈરાન તેલના શિપમેન્ટને રોકવા માટે હોર્મુઝની ખાડીમાં માઇન્સ લગાવવાની યોજના બનાવી રહ્યું છે.
આ ઘટના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ આવી છે કે જો કોઈ કારણોસર ઈરાન હોર્મુઝની ખાડીમાં માઇન્સ બિછાવશે તો એને તાત્કાલિક દૂર કરવામાં આવશે. વળી આમ કરવાથી ઈરાનનું લશ્કર એવાં પરિણામો જોશે જે એણે પહેલાં ક્યારેય જોયાં ન હોય.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 09:13 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK