શુક્રવારના શોમાં નવસારીનો કરણ ઇન્દ્રસિંહ ઠાકોર જોવા મળશે

કરણ ઇન્દ્રસિંહ ઠાકોર અને અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ - સીઝન 14’ના ગુજરાતી સ્પર્ધકના નૉલેજથી ઇમ્પ્રેસ થયા હતા. શુક્રવારના શોમાં નવસારીનો કરણ ઇન્દ્રસિંહ ઠાકોર જોવા મળશે. તે ૭૫ લાખના સવાલ સુધી પહોંચી ગયો છે. તે ૨૬ વર્ષનો ખેડૂત અને કેમિકલ એન્જિનિયર છે. તેની સાથે અમિતાભ બચ્ચને ઘણી વાતચીત કરી હતી અને તેઓ તેના નૉલેજથી પણ ઇમ્પ્રેસ થયા હતા. આ વિશે કરણે કહ્યું હતું કે ‘મારા માટે કેબીસીમાં ભાગ લેવો અને અમિતાભ બચ્ચન સાથે સામસામે વાત કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો. તેઓ એટલા વિનમ્ર હતા કે તમે એક વાર ભૂલી જાઓ કે તમે એક લેજન્ડ સાથે વાત કરી રહ્યા છો. કેબીસીના કારણે હું અને મારા પિતા એક થઈએ છીએ અને તેમની યાદમાં મેં આ ગેમ રમી હતી અને આ પૈસા જીત્યો છું. આ પૈસા દ્વારા હું મારા ભાઈની માસ્ટર્સ ડિગ્રી માટે પૈસા ચૂકવીશ અને મારા પિતાનું સપનું પૂરું કરીશ. મને કેબીસીમાં જોયા બાદ લોકો ખેડૂત પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલશે એવી આશા રાખું છું.’