પર્લ વી. પુરી સાથેના રિલેશનને બન્ને ખાસ ફ્રેન્ડ્સ કહેતાં હતાં. કરિશ્મા અને વરુણનાં લગ્નની શહેનાઈ ક્યારે વાગે છે એ હવે જોવું રહ્યું.
બૉયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે ગુપચુપ સગાઈ કરી લીધી કરિશ્મા તન્નાએ
કરિશ્મા તન્નાએ તેના બૉયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે ગુપચુપ સગાઈ કરી લીધી હોવાની ચર્ચા છે. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી લેવાનાં છે. જોકે તેણે હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરી. ૧૨ નવેમ્બરે તેમણે સગાઈ કરી હોવાની ચર્ચા છે. એ દરમ્યાન માત્ર નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સ હાજર હતા. આ અગાઉ કરિશ્મા ઉપેન પટેલ સાથે રિલેશનમાં હતી. આ બન્નેની મુલાકાત ‘બિગ બૉસ’ની ૮મી સીઝનમાં થઈ હતી અને તેમના રિલેશનનો અંત ૨૦૧૬માં આવી ગયો હતો. પર્લ વી. પુરી સાથેના રિલેશનને બન્ને ખાસ ફ્રેન્ડ્સ કહેતાં હતાં. કરિશ્મા અને વરુણનાં લગ્નની શહેનાઈ ક્યારે વાગે છે એ હવે જોવું રહ્યું.


