મેકઅપ-રૂમમાં તેણે નાનકડું કિચન, ચા-કૉફી, હેલ્ધી ફૂડ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, કીટલી અને નાનું માઇક્રોવેવ અવન પણ રાખ્યું છે.
કરણવીર શર્મા
કરણવીર શર્માએ તેની મેકઅપ-રૂમમાં વિવિધ વસ્તુઓ વસાવી રાખી છે. તેની ઇચ્છા છે કે મેકઅપ-રૂમમાં પૉઝિટિવ વાઇબ્સ આવે. તે હાલમાં ઝીટીવી પર આવતી સિરિયલ ‘રબ સે હૈ દુઆ’માં હૈદરના રોલમાં દેખાય છે. મેકઅપ-રૂમમાં તેણે નાનકડું કિચન, ચા-કૉફી, હેલ્ધી ફૂડ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, કીટલી અને નાનું માઇક્રોવેવ અવન પણ રાખ્યું છે. પોતાની આ મેકઅપ-રૂમ વિકશે કરણવીર શર્માએ કહ્યું કે ‘હું સારી આગતા-સ્વાગતામાં ભરોસો રાખું છું. સાથે જ હું પંજાબી હોવાથી મને સારું ફૂડ, સારી વાઇબ્સ અને સારા મૂડની જરૂર હોય છે. એથી મારી પૅન્ટ્રી કદી ખાલી નથી રહેતી. હું પર્સનલી એના પર ધ્યાન આપું છું. હું એમાં દરેક પ્રકારનાં ફૂડ રાખું છું. એમાં ચા-કૉફી, હેલ્ધી સ્નૅક્સ, ડ્રાયફ્રૂટ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ચૉકલેટ રાખું છું. માઇક્રોવેવ છે અને કીટલી પણ છે જેથી ચા-કૉફી બનાવી શકાય. તમને એમાં બધું જ મળી રહેશે. તમે ફક્ત નામ લો એટલે હાજર. હું મારા ક્રૂને પણ સાંજે વિવિધ વસ્તુઓ સાથે ટ્રીટ કરું છું. સખત મહેનત બાદ અમારું એ નાનકડું ગેટ-ટુગેધર હોય છે. અમે આખું અઠવાડિયું કામ કરીએ છીએ. સાથે બેસવાનો સમય ખૂબ ઓછો મળે છે, એથી જ્યારે પણ થોડો સમય મળે ત્યારે અમે બધા સાથે બેસીને થોડું જમી લઈએ છીએ. મારું માનવું છે કે તમારો મૂડ સારો રહે એ માટે તમારું પેટ પણ ભરેલું હોવું જોઈએ. હવે તો લોકો મને પૂછતા પણ નથી, સીધા જ મારી રૂમમાં આવીને તેમને જે જોઈતું હોય એ લઈ લે છે. બધા માટે એ ખુલ્લી પૅન્ટ્રી છે. મારા ફૅન્સ અને શુભચિંતકો માટે પણ એ ખુલ્લી છે, જે સારા વાઇબ્સ લઈને આવે.’


