‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’ (India`s Best Dancer 3)શૉમાં આ વખતે ડાન્સર્સની સાથે સાથે જય ભાનુશાલી(Jay Bhanushali)નો અલગ અંદાજ જોવા મળશે.

જય ભાનુશાળી હાઈ હીલ્સમાં
સોની રિયાલીટી શૉ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’ (India`s Best Dancer 3)શૉ દેશમાંથી 12 બેસ્ટ ડાન્સર શોધી લીધા છે. જે ડાન્સર્સ સ્ટેજ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. શૉના આગામી એપિસોડમાં ડાન્સર્સ તો પોતાની કળા રજૂ કરવા આતુર છે જ પણ સાથે સાથે જય ભાનુશાલી(Jay Bhanushali)પણ સ્ટેજ પર પોતાનો અતંરગી જલવો બતાવવા તૈયાર છે.
લોકપ્રિય ડાન્સ રિયાલીટી શ઼ૉ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’ને જયા ભાનુશાલી હોસ્ટ કરી રહ્યાં છે. શૉમાં જજની ભૂમિકામાં ટેરેન્સ લુઈસ, ગીતા કપૂર અને સોનાલી બેન્દ્રે છે. નોર્બુ તમંગ અને કોરિયોગ્રાફર તુષાર શેટ્ટી પ્રતિભાશાળી સ્વેતા વોરિયર પાસેથી કેટલાક ઉમદા ડાન્સ મૂવ્સ શીખશે. વિવિધ પ્રકારના ડાન્સની શૈલીની સફર સાથે સાથે જય ભાનુશાલી હાસ્યનો તડકો લગાવશે.
એક બાજુ ડાન્સર્સ સ્ટેજ પર પોતાના મુવ્ઝથી આગ લગાવશે તો બીજી બાજુ જય ભાનુશાલી હિલ્સ પહેરી એક ચેલ્ન્જ અપનાવશે. નોર્બુ અને તુષાર બંને `બેબી બેબી મુઝે લોગ બોલે` ગીત પર આકર્ષિક મુવ્ઝ કરી દર્શકોનું મનોરંજન કરશે. જ્યારે જય ભાનુશાલી ખૂબસૂરત સ્વેતાને સ્ટેજ પર બોલાવશે અને છોકરાઓને `અદા` શીખવાનું કહેશે. તો બીજી બાજુ વર્તિકા જય ભાનુશાલીને `હાઈ હીલ્સ તે નચ્ચે` ગીતમાં કેવી રીતે ચાલવું તે શીખવવાની જવાબદારી સંભાળશે. વર્તિકા અને નોર્બુ તેમના કેટવોકથી બધાને ચોંકાવી દેશે. પરંતુ આ બધામાં જય ભાનુશાલી હાઈ હિલ્સમાં બધાનું ધ્યાન ખેંચશે.