Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જય ભાનુશાલીને છેલ્લા શ્વાસ સુધી લોકોને એન્ટરટેઇન કરવું છે

જય ભાનુશાલીને છેલ્લા શ્વાસ સુધી લોકોને એન્ટરટેઇન કરવું છે

02 October, 2022 06:38 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

તેણે સૌથી પહેલું કામ પબ્લિકેશન કંપની માટે બુક સેલ્સમૅન તરીકે કર્યું હતુ

જય ભાનુશાલી

રૅપિડ ફાયર

જય ભાનુશાલી


જય ભાનુશાલીને એકતા કપૂરના શો ‘કયામત’ દ્વારા ઘણી નામના મળી હતી. તે ‘નચ બલિયે પાંચ’નો વિજેતા રહી ચૂક્યો છે. તેણે ‘ઝલક દિખલા જા 2’, ‘ફિયર ફૅક્ટર : ખતરોં કે ખિલાડી 7’ અને ‘બિગ બૉસ 15’ જેવા શોમાં પણ ભાગ લીધો હતો. તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું હતું અને ઘણા શો પણ હોસ્ટ કર્યા છે. તે હાલમાં ઝીટીવી પર આવતા શો ‘ડીઆઇડી સુપર મૉમ્સ’ના હોસ્ટ તરીકે જોવા મળ્યો હતા. તે ‘ઝી રિશ્તે અવૉર્ડ્સ’ને પણ હોસ્ટ કરી રહ્યો છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કઈ રીતે વર્ણવશો?
ડાઉન-ટુ-અર્થ, હાર્ડ વર્કિંગ, દીકરીને ખૂબ પ્રેમ કરનારો અને કૅરિંગ.



ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મારી દીકરી મારા ચહેરા પર સ્માઇલ લાવી દે છે અને તેની એક્સપેક્ટેશન પર હું ખરો નહીં ઊતરી શકું તો મને એનો ડર લાગે છે. હું હંમેશાં તેને માટે બેસ્ટ કરવાનો પ્રયત્ન કરું છું. તે મારી પ્રિન્સેસ છે અને હું કોઈ દિવસ તેને ના નથી પાડી શકતો.


સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરો છો?
શૂઝ અને ટોપી (કૅપ) પાછળ હું સૌથી વધુ પૈસા ખર્ચું છું.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
કોઈ અટેન્શન ન માગે તેની તરફ હું આકર્ષાઉં છું. કોઈ વ્યક્તિ પૈસાદાર હોય, પરંતુ એનું શો ઑફ ન કરતો હોય અને એકદમ સિમ્પલ લાઇફ જીવતો હોય એ વ્યક્તિ તરફ હું આકર્ષાઉં છું.


તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તમારી ઇચ્છા છે?
લોકો મને હાર્ડ વર્કિંગ ઍક્ટર તરીકે ઓળખે એવી મારી આશા છે. એવી વ્યક્તિ જે લોકોને હંમેશાં હસાવતી હોય અને એન્ટરટેઇન કરતી હોય. મારી ઇચ્છા છે કે હું છેલ્લો શ્વાસ પણ શોમાં કે પછી સ્ટેજ પર લઉં. હું મારી લાઇફને જરા પણ બગાડવા નથી માગતો અને છેલ્લે સુધી લોકોને એન્ટરટેઇન કરવા માગું છું.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
એક છોકરી મને મળવા માગતી હતી, પરંતુ તે મારે બદલે પ્રોડક્શન-હાઉસને મળી હતી. મને લાગ્યું કે તે એક મોટા ઘરની પૈસાદાર છોકરી હશે જે પ્રોડક્શન-હાઉસનો કૉન્ટૅક્ટ કરીને મળવા માગતી હશે. જોકે તે એક એકદમ સિમ્પલ ઘરની છોકરી હતી. તેના હાર્ટમાં કાણું પડી ગયું હતું. તેને ટ્રાવેલ કરવાની પરવાનગી ન હોવા છતાં તે ગોવાથી મુંબઈ મને મળવા આવી હતી, તો એ મારા માટે સ્પેશ્યલ હતું. જોકે તે હવે જીવતી નથી, પરંતુ એ મારા માટે સ્પેશ્યલ હતું.

પહેલી જૉબ કઈ હતી?
હું પબ્લિકેશન માટે બુક વેચતો હતો. હું થોડા દિવસ સેલ્સમૅન હતો.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં હોય?
તારા (દીકરી)નાં પ્રથમ સ્લિપર મેં હજી સાચવી રાખ્યાં છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મેં ઘણાં કામ કર્યાં છે, પરંતુ મને ખબર નથી કે એને ડૅરિંગ કહેવાય કે નહીં, પરંતુ સ્કાય ડાઇવિંગ, બન્જી જમ્પિંગ જેવી ઘણી ક્રે​ઝી ઍક્ટિવિટીઝ મેં કરી છે. 

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2022 06:38 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK