‘ઇક કુડી પંજાબ દી’માં તનીશા મેહતા હીરનું પાત્ર ભજવી રહી છે અને તેનું કહેવું છે કે લગ્નનાં કપડાંમાં તેણે લાઇટ બ્લુ અને ગોલ્ડન લેહંગાનું કૉમ્બિનેશન ક્યારેય નહોતું વિચાર્યું.
પ્રતીકાત્મક તસવીર
‘ઇક કુડી પંજાબ દી’માં તનીશા મેહતા હીરનું પાત્ર ભજવી રહી છે અને તેનું કહેવું છે કે લગ્નનાં કપડાંમાં તેણે લાઇટ બ્લુ અને ગોલ્ડન લેહંગાનું કૉમ્બિનેશન ક્યારેય નહોતું વિચાર્યું. આ શોમાં ફ્રેન્ડશિપ અને બૉન્ડની વાત કરવામાં આવી છે. આ શોમાં એક ટ્વિસ્ટ આવ્યો છે અને હીર અને કુલદીપનાં લગ્ન થઈ રહ્યાં છે. આ લગ્નમાં હીર એટલે કે તનીશાએ લાઇટ બ્લુ અને ગોલ્ડન લેહંગા પહેર્યો છે. આ વિશે વાત કરતાં તનીશાએ કહ્યું કે ‘દરેક છોકરીનું સપનું એક સુંદર દુલ્હન બનવાનું હોય છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હોવાથી મને ઘણી વાર દુલ્હન બનવાનો ચાન્સ મળ્યો છે. જોકે આ દુલ્હનનો લુક મારો ફેવરિટ છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે લાઇટ બ્લુ અને ગોલ્ડન લેહંગાનું કૉમ્બિનેશન દુલ્હનના ડ્રેસ માટે આટલું સુંદર દેખાતું હશે. આ લુક ફાઇનલ થયો ત્યાર બાદ એનું જ્યારે આઉટકમ અમે જોયું ત્યારે અમે ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. દુલ્હન બનવું ખૂબ જ સુંદર હોય છે પછી એ રીલ માટે હોય કે રિયલ માટે. એના કારણે ઘણાં ઇમોશન્સ એક્સ્પીરિયન્સ કરવા મળે છે અને એનાથી તમને ખુશી મળે છે. આગામી એપિસોડ્સમાં દર્શકોને ઘણા સરપ્રાઇઝ અને શૉક મળશે. હું દર્શકોનાં રીઍક્શન જોવા માટે આતુર છું.’
