સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ ‘તેરી મેરી ડોરિયાં’માં રૂમીના રોલમાં જોવા મળતો હર્ષ રાજપૂત શૂટિંગમાં વ્યસ્ત છે.

હર્ષ રાજપૂત
સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ ‘તેરી મેરી ડોરિયાં’માં રૂમીના રોલમાં જોવા મળતો હર્ષ રાજપૂત શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તે તેના ફ્રેન્ડ્સના ઘરે બાપ્પાના આશીર્વાદ લેવા અચુક જશે. હર્ષે ‘ધરમ વીર’, ‘હિટલર દીદી’, ‘નઝર’ અને ‘પિશાચીની’માં કામ કર્યું છે. આજથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. એથી કઈ રીતે કામને મૅનેજ કરશે એ વિશે હર્ષે કહ્યું કે ‘દર વર્ષે ગણેશ ચતુર્થી અતિશય ખુશીઓ, પ્રેમ લઈને આવે છે અને લોકોને પણ પરસ્પર જોડે છે. આ વર્ષે હું મારા ફ્રેન્ડના ઘરે આ પર્વને મનાવવા જવાનો છું. આ વર્ષે શૂટિંગ તો કરી રહ્યો છું, પરંતુ શૂટિંગ બાદ ત્યાં જવાનો પ્રયાસ કરીશ. સાથે જ વિવિધ ગણપતી પંડાલમાં જઈને બાપ્પાના આશિષ લેવાની ઇચ્છા છે. પ્રાર્થના કરુ છું કે બાપ્પા દરેકની ઉપર પ્રસન્નતા, પ્રેમ અને સફળતાના આશિર્વાદ વરસાવે. તેઓ મારા પર અને મારા કામ પર પણ આશિષ વરસાવે. ચાલો સાથે મળીને નવી શરૂઆત કરીએ. આશા છે કે આ પાવન પર્વ દરેકના જીવનમાં આનંદની પળો લઈને આવે.’