° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


ફનહીત મે જારીઃ ભારતી સિંહ અને કૃષ્ણાનો આ ડિફ્રન્ટ લુક મિસ કરવા જેવો નથી

15 September, 2020 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફનહીત મે જારીઃ ભારતી સિંહ અને કૃષ્ણાનો આ ડિફ્રન્ટ લુક મિસ કરવા જેવો નથી

‘ફનહીત મે જારી’માં ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક

‘ફનહીત મે જારી’માં ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક

સોની સબની શોટ-ફોર્મેટ સ્કેચ કોમેડી ‘ફનહીત મે જારી’માં ભારતી સિંહ (Bharti Singh) અને કૃષ્ણા અભિષેક (Krushna Abhishek)ની વિશ્વના વિવિધ વિષયો ઉપરની પેરોડીઝ અલગ જ લેવલની છે.

કૃષ્ણા અભિષેકનું કહેવું છે કે કૉમેડિયન ભારતી સિંહ સાથે તેનો તાલમેલ અલગ લેવલનો છે. આ બન્નેએ ‘કૉમેડી ક્લાસિસ’ અને ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’માં સાથે કામ કર્યું હતું. હવે તેઓ ફરી એક વખત ‘ફન હિત મેં જારી’માં સાથે કામ કરી રહ્યા છે. આ શોમાં બન્ને અનેક વિષયોને લઈને કૉમેડી કરતાં જોવા મળશે. ભારતી વિશે કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે ‘મને જ્યારે જાણ થઈ કે હું ભારતી સાથે શો કરવાનો છું તો હું ખૂબ ઉત્સાહિત બની ગયો હતો.

બેથી ત્રણ મીનિટના ગેગ્સ શ્રેષ્ઠ વિકેન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રદાન કરે છે. દરેક એપિસોડમાં પાંચ ગેગ હોય છે, જેમાં કલાકારો નવા-નવા અવતારમાં જોવા મળે છે.

ફેવરેટ ગેગ બાબતે ભારતી સિંહે કહ્યું કે, કૃષ્ણા સાથે કામ કરવાની અલગ જ મજા છે. તેનો કોમીક ટાઈમ અને પ્રોફેશ્નલીઝમ પ્રભાવશાળી છે. જોકે કોઈ એક જ ફેવરેટ ગેગને પસંદ કરવો મારા માટે મુશ્કેલ છે. પણ જો કોઈ એક જ પસંદ કરવાનો હોય તો ‘ગોલુ હાઝીર હો’ અને ‘એડવેન્ચર્સ ઓફ રાજમાતા (બાહુબલી)’ મને ગમે છે. હું આ શોના દરેક એપિસોડ એન્જોય કરું છું.

અગાઉ પણ શો વિશે ભારતીએ કહ્યું હતું કે ‘અમારો ઉદ્દેશ દર્શકોને ખુશી આપવાનો છે, કેમ કે અમે વર્તમાન મુદ્દાઓને હાસ્ય સાથે રજૂ કરવાનાં છીએ. અમે શૂટિંગને ખૂબ એન્જૉય કરી રહ્યાં છીએ અને એ પણ ખાસ તો કૃષ્ણા, જાસ્મિન અને મુબીન સાથે. અમે આ અગાઉ પણ સાથે કામ કરી ચૂક્યાં છીએ. ‘ફન હિત મેં જારી’માં ફરી અમને એકસાથે કામ કરવાની તક મળી છે.’

15 September, 2020 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

હવે સિરિયલોમાં પહેલાં જેવી ગ્રૅન્ડ વેડિંગ સેરેમની નથી થતી!

‘વો રહનેવાલી મહલોં કી’, ‘રંજુ કી બેટિયાં’ ફેમ રીના કપૂર કોરોના પહેલાં શૂટ થતી વેડિંગ સીક્વન્સને મિસ કરી રહી છે

18 June, 2021 12:27 IST | Mumbai | Nirali Dave
ટેલિવિઝન સમાચાર

શાદી મેં ઝરૂર આના

‘સસુરાલ સિમર કા’ની સેકન્ડ સીઝનમાં છોટી સિમરનાં લગ્ન આ વીકે અજાણતાં જ થઈ જશે પણ એ આખી પ્રક્રિયાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે

18 June, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

મને બનાવવાનો જશ જાવેદ-નાવેદને

ધર્મેશસરે પોતાની કરીઅર આ ડાન્સ જોડીના શોથી શરૂ કરી હતી

18 June, 2021 11:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK