આ સિરિયલ સ્ટાર પ્લસ પર સોમવારથી શનિવારે રાતે સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થાય છે
ફાલ્ગુની પાઠક
ફાલ્ગુની પાઠક ‘પંડ્યા સ્ટોર’ની એક વેડિંગ સીક્વન્સ માટે પોતાના તાલે ઍક્ટર્સને નચાવશે. આ સિરિયલ સ્ટાર પ્લસ પર સોમવારથી શનિવારે રાતે સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં કિન્શુક મહાજન, શાઇની દોશી, મોહિત પરમાર અને માયરા મહેતા લીડ રોલમાં છે. શોમાં ક્રિષનો રોલ કરનાર મોહિત અને પ્રેરણાનો રોલ કરનાર માયરાનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. મેંદી અને સંગીત સેરેમની આ શોમાં દેખાડવામાં આવશે. એ દરમ્યાન ફાલ્ગુની પાઠકની એન્ટ્રી થશે અને તેમનાં ગીતો પર હાજર લોકો ઝૂમી ઊઠશે. એને લઈને ખુશી વ્યક્ત કરતાં મોહિતે કહ્યું કે ‘અમારા સ્પેશ્યલ ગેસ્ટ ફાલ્ગુની પાઠક ‘પંડ્યા સ્ટોર’ના સેટની શોભા વધારવાનાં છે એને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું. તેઓ ક્રિષ અને પ્રેરણાનાં લગ્ન હોવાથી પર્ફોર્મ કરવાનાં છે. હું ફાલ્ગુની પાઠકનાં ગીતો સતત સાંભળ્યા કરું છું અને આ એક સંયોગ છે કે તેઓ શોમાં જોડાવાનાં છે. મારા માટે આ એક ફૅન મોમેન્ટ છે. તેમનાં ગીતોને સાંભળીને હું મોટો થયો છું. અમે બધાં તેમને મળવા અને તેમની સાથે ડાન્સ કરવા માટે ઉત્સુક છીએ. જોકે દરેક સેલિબ્રેશનમાં એક ટ્વિસ્ટ હોય છે અને આમાં પણ એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે.’


