શું તમે જાણો છો દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની પહેલી ફિલ્મ કઈ હતી?
દિલીપ જોશી
હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના આતંકથી લોકોનું જીવન અસ્ત-વસ્ત થઈ ગયું છે. આ વાઈરસથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે બધા પોતાના ઘરમાં કેદ છે. બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૅન્સનું મનોરંજન કરી રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય સીરિયલના ફૅમસ એક્ટર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલને કોણ ઓળખતું નથી? 12 વર્ષ સુધી દિલીપ જોશી આ સીરિયલ માટે કામ કરી રહ્યા છે. 28 જૂન 2008થી આ સીરિયલની શરૂઆત થઈ હતી. ત્યાંરથી લઈને આજ સુધી દિલીપ જોશીએ જેઠાલાલ બનીને લોકોને ખડખડાટ હસાવ્યા છે. પણ શું તમે જાણો છો જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની પહેલી ફિલ્મ કઈ હતી?
ADVERTISEMENT
તો દિલીપ જોશી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગભગ 30 વર્ષથી કામ કરે છે. સલમાન ખાન સાથે દિલીપ જોશીએ પોતાની પહેલી ફિલ્મનું ડેબ્યૂ કર્યું હતું. એ ફિલ્મનું નામ છે 'મૈંને પ્યાર કિયા'.
હાં આ સાચી વાત છે. દિલીપ જોશીની 'મૈંને પ્યાર કિયા' પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે રામૂ નામના નોકરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો, પણ થોડી મિનિટ માટેના રોલ માટે પણ તેમની એક્ટિંગ નોટિસ કરવામાં આવી હતી.
સલમાન ખાન સાથે 'હમ આપકે હૈ કૌન' ફિલ્મમાં પણ દિલીપ જોશી જોવા મળ્યા હતા. તેમણે આ ફિલ્મમાં માધુરી દીક્ષિતના કઝિન ભોલા પ્રસાદની ભૂમિકા ભજવી હતી.
રિયલ લાઈફમાં દિલીપ જોશી ઘણા શાંત છે અને હાલ લૉકડાઉનના લીધે તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે સમય પસારી કરી રહ્યા છે. તેમની પત્ની નામ જયમાલા જોશી છે અને દીકરીનું નામ નિયતિ જોશી અને દીકરાનું નામ રિત્વિક જોશી છે.
આ પણ જુઓ: એક સમયે કમાણી હતી માત્ર 50 રૂપિયા, જુઓ તારક મહેતા શૉના 'અબ્દુલ'ની લાઇફસ્ટાઇલ
દિલીપ જોશી 12 વર્ષના હતા ત્યારથી તેમણે થિયેટરમાં કામ કરવાની શરૂઆત કરી હતી. પોતાના પહેલા નાટકમાં તેમણે એક પૂતળાંની ભૂમિકા ભજવી હતી, એટલે તેઓ 7-8 મિનિટ માટે તેમણે પૂતળું બનીને ઉભુ રહેવાનું હતું.
દિલીપ જોશી 'હમ આપકે હૈ કૌન', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'ખિલાડી 420', 'વન ટૂ કા ફોર' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યાર બાદ તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી કૉમેડી સીરિયલમાં કામ કરવાની તક મળી અને આજે પણ તેમણે જેઠાલાલના પાત્રને લોકોના દિલમાં જીવંત રાખ્યું છે.

