‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાના રોલમાં જોવા મળેલી દિશા વાકાણીએ અશ્વમેધ યજ્ઞમાં ભાગ લીધો હતો.
અશ્વમેધ યજ્ઞમાં સામેલ થઈને ખુશ થઈ દયાબહેન
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાના રોલમાં જોવા મળેલી દિશા વાકાણીએ અશ્વમેધ યજ્ઞમાં ભાગ લીધો હતો. એમાં તેની સાથે તેનો હસબન્ડ મયૂર પડિયા અને બે બાળકો પણ હાજર હતાં. દિશાએ યલો સાડી પહેરી હતી. તેના હસબન્ડે યલો કુરતો અને વાઇટ પાયજામા પહેર્યાં હતાં. દિશા ઘણા વખતથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી ગાયબ થઈ ગઈ છે. તે આ શોમાં પાછી ફરશે એવી અટકળો સતત વહેતી રહે છે. અશ્વમેધ યજ્ઞ પ્રત્યે પોતાની ખુશી વ્યક્ત કરતાં દિશાએ કહ્યું કે ‘હું નસીબદાર છું કે મને આ અશ્વમેધ યજ્ઞમાં જોડાવાની તક મળી છે. ભગવાન રામે પણ આ યજ્ઞ કર્યો હતો. સારી ઊર્જા મળી રહી છે. અમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગાયત્રી મંત્રોના જાપ કરતા હતા. આ યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થશે અને દરેકના મનમાં પણ સારા વિચારો આવશે.’