રોનિતે તે વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતો ફોન નંબર અને ઈ-મેઇલ આઇડી પણ જાહેર કર્યાં હતાં
રોનિત રૉય
ઍક્ટર રોનિત રૉય તાજેતરમાં સાઇબર ક્રાઇમનો ભોગ બન્યો છે. રોનિતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને જણાવ્યું કે કોઈ અજાણી વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરીને લોકોને અને ખાસ કરીને યુવતીઓનો સંપર્ક કરીને પૈસાની માગણી કરી રહી છે. આ સાથે જ તેણે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે.
રોનિત રૉયે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે કોઈ ઠગ તેના નામે બુકિંગ લેવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે. રોનિતે તે વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતો ફોન નંબર અને ઈ-મેઇલ આઇડી પણ જાહેર કર્યાં હતાં.
ADVERTISEMENT
રોનિતે સ્પષ્ટતા કરી કે તે ક્યારેય સોશ્યલ મીડિયા અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા મહિલાઓનો સંપર્ક કરતો નથી અને કોઈ પાસે પૈસા માગતો નથી. તેણે પોતાના ચાહકો અને સામાન્ય લોકોને અપીલ કરી કે જો કોઈ વ્યક્તિ તેના નામે સંપર્ક કરે તો તરત જ જાણ કરવી.
