CID star Dinesh Phadnis: અભિનેતાએ નેવુંના દાયકાના લોકપ્રિય શો `સીઆઈડી`માં ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તેણે ઘણા વર્ષો સુધી શોમાં કામ કર્યું.
અભિનેતા દિનેશ ફડનીસની ફાઇલ તસવીર
જાણીતો ટીવી શો CIDમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા દિનેશ ફડનીસ (CID star Dinesh Phadnis)ને હાર્ટ ઍટેક આવ્યાના સમાચાર સામે આવ્યા છે. તેઓને હાર્ટ ઍટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. ફ્રેડરિક્સના પાત્ર સાથે અભિનેતા ઘર-ઘરમાં જાણીતાં બની ગયા છે. તે લગભગ 20 વર્ષથી સીઆઈડી શોનો ભાગ છે.
વેન્ટિલેટર પર ચાલી રહી છે સારવાર
ADVERTISEMENT
સ્ક્રીનથી દૂર હોવા છતાં 57 વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર સક્રિય હાજરી જાળવી રાખી હતી. આ સાથે જ હવે હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે ચાહકોને પણ ચોંકાવી દીધા છે. મળતી માહિતી મુજબ, અભિનેતા (CID star Dinesh Phadnis)ને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેની ત્યાં સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની હાલત નાજુક હોવાનું કહેવાય છે કારણ કે હાર્ટ ઍટેક આવતાં વેન્ટિલેટર સપોર્ટ પર છે અને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
અભિનેતાની તબિયત વિશે શું આવ્યા છે અપડેટ?
અભિનેતા દયાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે તેમની તબિયતમાં પહેલા કરતા થોડો સુધારો થયો છે. તેમનું શરીર પણ સારો પ્રતિસાદ આપી રહ્યું છે. અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. દિનેશ ફડનીસ (CID star Dinesh Phadnis)ના આ સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા છે. દરેક વ્યક્તિ પોતાના ફેવરિટ સ્ટાર માટે પ્રાર્થના કરી રહ્યો છે.
અનેક ભૂમિકાઓમાં જોવા મળ્યો છે અભિનેતા
દિનેશ ફડનીસે (CID star Dinesh Phadnis) નેવુંના દાયકાના લોકપ્રિય શો `સીઆઈડી`માં ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તેણે ઘણા વર્ષો સુધી શોમાં કામ કર્યું. આ સિવાય તે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં પણ જોવા મળ્યો હતો. આ અભિનેતા ઘણા સમયથી એક્ટિંગથી દૂર છે. તે મરાઠી ફિલ્મોની સ્ક્રિપ્ટો પણ લખે છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર સીઆઈડીની આખી ટીમને ગઈકાલે રાત્રે દિનેશ ફડનીસની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી, અને ઘણા લોકો તેની ખબર પૂછવા માટે હોસ્પિટલમાં ગયા હતા. ગઈ રાતની સરખામણીએ આજે સવારે અભિનેતાની તબિયતમાં થોડો સુધારો થયો હોવાનું કહેવાય છે.
દિનેશ ફડનીસે (CID star Dinesh Phadnis) ભારતીય ટેલિવિઝન પર પ્રસારિત થતા અત્યાર સુધીના સૌથી લોકપ્રિય ડિટેક્ટીવ શો સીઆઈડીમાં કામ કર્યું હતું. 1998થી 2018 સુધી તેણે આ શોમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવી અને પ્રેક્ષકોનું ઘણું ધ્યાન ખેંચ્યું અને ખ્યાતિ પણ મેળવી. દર્શકોએ તેના રમૂજી સ્વભાવના ઇન્સ્પેકટરના રોલને ખૂબ પસંદ કર્યો. દિનેશ ફડનીસ (CID star Dinesh Phadnis) હિટ સિટકોમમાં કેમિયો રોલમાં પણ જોવા મળ્યો હતો.
1990ના દાયકામાં જન્મેલા બાળકોના દિલમાં CIDનું વિશેષ સ્થાન છે. તે 1990 અને 2000ના દાયકાના શરૂઆતના સૌથી લોકપ્રિય ટેલિવિઝન શોમાંનો એક હતો અને તે સૌથી વધુ પર્વને લાયક પણ હતો.

