° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવા કપિલના શૉમાં પહોંચ્યા દિગ્ગજો, બહાર આવ્યો પ્રોમો

04 October, 2022 08:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૉનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે જેમાં કપિલ શર્મા, કૉમેડિયન સુનીલ પાલ અને એહસાન કુરેશી પણ જોવા મળી રહ્યા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ટીવીના સુપરહિટ કૉમેડી શૉ `ધ કપિલ શર્મા શૉ’ (The Kapil Sharma Show)માં આ અઠવાડિયે કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ એપિસોડમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર્સ જોવા મળશે. રાજુ શ્રીવાસ્તવની યાદમાં કપિલ તેના શૉનો આ એપિસોડ સમર્પિત કરવા જઈ રહ્યો છે.

શૉનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે જેમાં કપિલ શર્મા, કૉમેડિયન સુનીલ પાલ અને એહસાન કુરેશી પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, જય વિજય સચન, સુરેશ અલબેલા, ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયન 2022 વિજેતા રજત સૂદ, વીઆઈપી સહિત અન્ય ઘણા જાણીતા કલાકારો જોવા મળશે.

ભાવનાત્મક છે પ્રોમો

કપિલના શૉની સમગ્ર ટીમ ગજોધર ભૈયાને યાદ કરશે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. પ્રોમોની શરૂઆતમાં કપિલ કહેતો જોવા મળે છે કે, રાજુ ભાઈનું નામ આવતા જ તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે અને દરેક વ્યક્તિ હસીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માગે છે. આ પછી, તમામ દિગ્ગજો પરફોર્મન્સ આપતા જોવા મળે છે. આ દરમિયાન કૉમેડિયન સુનીલ પાલ અને એહસાન કુરેશી પણ દિવંગત કોમેડિયન સાથે જોડાયેલી પોતાની યાદો શૅર કરતા જોવા મળશે. શૉનો આ પ્રોમો તમને ભાવુક કરી દેશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

રાજુ શ્રીવાસ્તવે 21મી સપ્ટેમ્બરે અલવિદા કહ્યું

રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેઓ લગભગ 42 દિવસથી વેન્ટિલેટર પર હતા. રાજુ શ્રીવાસ્તવ ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર હતા. છેલ્લા કેટલાક સમયથી રાજુ સોશિયલ મીડિયા દ્વારા જ દર્શકોનું મનોરંજન કરી રહ્યા હતા. જોકે, ટીવી શો સિવાય તેમણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાજુ શ્રીવાસ્તવે શાહરૂખ ખાનની ફિલ્મ બાઝીગર, આમદની અઠન્ની ખરચા રૂપૈયા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

04 October, 2022 08:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે: શ્રદ્ધા

શ્રદ્ધા આર્યાનું કહેવું છે કે રીલ કરતાં રિયલ લાઇફમાં તેના સંબંધ તેના કો-સ્ટાર શક્તિ અરોરા સાથે એકદમ અલગ છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં સાથે કામ કરી રહ્યાં છે.

07 December, 2022 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

બ્રેકઅપના નવ મહિના બાદ દિવ્યા અગરવાલે કરી સગાઈ

દિવ્યા અગરવાલે તેના બૉયફ્રેન્ડ વરુણ સૂદ સાથેના બ્રેકઅપના નવ મહિના બાદ બિઝનેસમૅન અપૂર્વ પાડગાવકર સાથે સગાઈ કરી લીધી છે.

07 December, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TMKOC: રાજ અનડકટે પણ શૉને કહ્યું ગુડબાય: સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો ખુલાસો

અગાઉ એવી એટકળો હતો કે રાજ અનડકટે શૉ છોડી દીધો છે

06 December, 2022 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK