લોકપ્રિય સિરિયલ `રામાયણ` માં રાવણનું પાત્ર ભજવનારા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે.
અરવિંદ ત્રિવેદી( તસવીરઃ કૌસ્તુભ ત્રિવેદી)
લોકપ્રિય સિરિયલ `રામાયણ` માં રાવણનું પાત્ર ભજવનારા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી.
અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. અરવિંદ ત્રિવેદી મૂળ સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામના વતની હતા.મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા રામાયણના પાત્રએ અરવિંદ ત્રિવેદીને લોકપ્રિયતા અપાવી હતી.
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોના સર્જક મનહર રસકપૂરે 1959માં આવેલી ઝવેરચં મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં ફક્ત એક લાઈનના ડાયલોગ વાળું પાત્ર ભજવીને ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.અરવિંદ ત્રિવેદીએ લગભગ 150 કરતા વધુ ફિલ્મો, સીરિયલો અને નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતાના પાત્રો ભજવ્યા હતાં.


