Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઘણી વખત પોતાના લોકો અને મિત્રોની વચ્ચે હોવા છતાં પણ વ્યક્તિ પોતાને એકલી અનુભવે છે

ઘણી વખત પોતાના લોકો અને મિત્રોની વચ્ચે હોવા છતાં પણ વ્યક્તિ પોતાને એકલી અનુભવે છે

Published : 20 July, 2026 01:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીવી-ઍક્ટ્રેસ અવિકા ગોરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને એકલતા અને પોતાના જીવન વિશે મનની વાત વ્યક્ત કરી છે. અવિકાએ જણાવ્યું કે ઘણી વખત સેંકડો લોકોની વચ્ચે હોવા છતાં પણ વ્યક્તિ સમજી શકતી નથી કે તેની અંદર શું ચાલી રહ્યું છે.

અવિકા ગોર

અવિકા ગોર


ટીવી-ઍક્ટ્રેસ અવિકા ગોરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને એકલતા અને પોતાના જીવન વિશે મનની વાત વ્યક્ત કરી છે. અવિકાએ જણાવ્યું કે એકલતા માત્ર એકલા રહેવાને કારણે જ નથી અનુભવાતી, ઘણી વખત સેંકડો લોકોની વચ્ચે હોવા છતાં પણ વ્યક્તિ સમજી શકતી નથી કે તેની અંદર શું ચાલી રહ્યું છે.
અવિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘છેલ્લા કેટલાક સમયથી મને સમજાયું છે કે એકલતાનો અર્થ માત્ર રૂમમાં એકલા હોવું નથી. ઘણી વખત પોતાના લોકો અને મિત્રોની વચ્ચે હોવા છતાં પણ વ્યક્તિ પોતાને એકલી અનુભવે છે. આવી સ્થિતિમાં લોકોની વચ્ચે પોતાનું સ્થાન બનાવવું સરળ નથી હોતું અને ઘણી વખત લોકો તમારી વાતો તથા તમારી લાગણીઓને યોગ્ય રીતે સમજી શકતા નથી. મેં મારું આખું જીવન માત્ર મારી કરીઅર બનાવવા માટે સમર્પિત કરી દીધું, પણ મને એ ખબર નહોતી કે સમય પસાર થતાં એવા લોકો મળવા કેટલા મુશ્કેલ બની જાય છે જે કોઈ પણ સ્વાર્થ કે શરત વિના તમને પોતાનો મિત્ર બનાવી લે. કોઈ તમને એ નથી શીખવતું કે મોટા થવાનો અર્થ માત્ર ઉંમર વધવી કે સમય પસાર થવો નથી. આ સમયે એવા લોકો મળવા મુશ્કેલ બની જાય છે જે તમને એટલું જ મહત્ત્વ આપે જેટલું તમે તેમને આપો છો. જ્યારે તેઓ મિત્રતા કરવા તૈયાર હતા ત્યારે કદાચ તમે તૈયાર નહોતા. હવે જ્યારે તમે લોકોને સ્વીકારવા અને તમારા જીવનમાં તેમને સ્થાન આપવા તૈયાર થયા છો ત્યારે મોટા ભાગના લોકો પોતપોતાના વર્તુળમાં આગળ વધી ચૂક્યા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત તમે બધાને ઓળખતા હોવા છતાં પણ ક્યાંય પોતીકાપણાની લાગણીનો અહેસાસ કરી શકતા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK