Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Arjun Bijlani Hospitalized: પેટમાં અસહ્ય દુઃખાવો ઊપડ્યો અર્જુન બિજલાનીને, આજે થશે સર્જરી

Arjun Bijlani Hospitalized: પેટમાં અસહ્ય દુઃખાવો ઊપડ્યો અર્જુન બિજલાનીને, આજે થશે સર્જરી

09 March, 2024 03:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Arjun Bijlani Hospitalized: અર્જુન બિજલાનીને એકાએક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. આ જ દુઃખાવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અર્જુન બિજલાની અને તેણે ઇન્સ્ટાગ્રામ પર મુકેલ સ્ટોરીનો સ્ક્રીનશૉટ

અર્જુન બિજલાની અને તેણે ઇન્સ્ટાગ્રામ પર મુકેલ સ્ટોરીનો સ્ક્રીનશૉટ


કી હાઇલાઇટ્સ

  1. હોસ્પિટલમાંથી અર્જુનની એક તસવીર સામે આવી છે
  2. હાલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે
  3. અર્જુનનું આજે એપેન્ડિક્સનું ઓપરેશન થવાનું છે

જાણીતા ટીવી એક્ટર અને હોસ્ટ અર્જુન બિજલાનીને લઈને આવેલા આ સમાચાર તેના ફેન્સને જરા નારાજ કરે (Arjun Bijlani Hospitalized) એવા છે. અત્યારે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં એડમિટ છે અર્જુન બિજલાની



પ્રાપ્ત માહિતી અનુસાર અર્જુન બિજલાની (Arjun Bijlani Hospitalized)ની તબિયત અચાનક બગડી ગઈ હતી. તબિયત બગડવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હવે હોસ્પિટલમાંથી અર્જુનની એક તસવીર સામે આવી છે, જેમાં તે હાથમાં ડ્રિપ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીર જોયા બાદ ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે.


અચાનક પેટમાં દુઃખવા માંડ્યું હતું અર્જુન બિજલાનીને

પ્રાપ્ત અહેવાલો અનુસાર અર્જુન બિજલાની (Arjun Bijlani Hospitalized)ને એકાએક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. આ જ દુઃખાવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવા સમાચાર છે કે અર્જુનને પેટમાં એપેન્ડિસાઈટિસ થઈ ગઈ હતી. એપેન્ડિસાઈટિસના પેટના નીચેના જમણા ભાગમાં ભારે દુખાવો થવા લાગ્યો હતો. 


મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ છે અભિનેતા, આજે થશે ઑપરેશન 

પ્રાપ્ત માહિતી અનુસાર અર્જુન બિજલાની હાલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. દર્દના કારણે અર્જુન ગઈ કાલે એટલે કે 8મી માર્ચે શૂટિંગ માટે જઈ શક્યો ન હતો. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર અર્જુનનું આજે એપેન્ડિક્સનું ઓપરેશન થવાનું છે.

એક પોસ્ટ મૂકીને પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ મૂકી છે અર્જુને 

અત્યારે જ અર્જુન બિજલાની (Arjun Bijlani Hospitalized)એ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર શૅર કરી હતી. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે તે બેડ પર સૂતેલો છે. આ તસવીરમાં તેનો ચહેરો દેખાતો નથી. પરંતુ તેના હાથમાં ડ્રીપ જોઈ શકાય છે. અભિનેતાએ આ તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, “જે થાય છે તે સારા માટે થાય છે.”

અર્જુન બિજલાની (Arjun Bijlani Hospitalized)એ અનેક ટીવી શોમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. તે સુપરનેચરલ શૉ `નાગિન` ને લઈને દર્શકોમાં અનેરું સ્થાન બનાવી શક્યો છે. તે ઉપરાંત `પરદેસ મેં હૈ મેરા દિલ`, `લેફ્ટ રાઈટ લેફ્ટ`, `ઈશ્ક મેં મરજાવાં`, `કવચ` અને `મિલે જબ હમ તુમ` જેવી ઘણી જાણીતી સિરિયલોમાં પોતાની શાનદાર અભિનય કુશળતા બતાવી છે. આ સાથે તેણે તેની પત્ની નેહા સ્વામી સાથે `સ્માર્ટ જોડી` અને સની લિયોન સાથે `સ્પ્લિટ્સવિલા X4` શો પણ હોસ્ટ કર્યો છે.

અત્યારે કયા શૉમાં બીઝી છે અર્જુન?

અત્યારે અર્જુન `પ્યાર કા પહલા અધ્યાય` અને `શિવ શક્તિ` જેવા શૉના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે નિક્કી શર્મા સાથે કામ કરી રહ્યો છે. આ શૉનું પ્રીમિયર 3 જુલાઈના રોજ થયું હતું અને તે ચેનલના લોકપ્રિય શો `પ્યાર કા પહેલા નામ રાધા મોહન`નો સ્પિન-ઑફ છે.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2024 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK