ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > `અનુપમા` ફેમ અભિનેતા નિતિશ પાંડેનું 51 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન

`અનુપમા` ફેમ અભિનેતા નિતિશ પાંડેનું 51 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન

24 May, 2023 12:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`અનુપમા`માં રૂપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિનો રોલ કરનાર નીતિશ પાંડેનું નિધન (Anupama Actor Nitish Pandey) થયું છે.

નિતિશ પાંડે

નિતિશ પાંડે

`અનુપમા`માં રૂપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિનો રોલ કરનાર નીતિશ પાંડેનું નિધન ( Anupama Actor Nitish Pandey) થયું છે. ગઈકાલે 23મી મેના રોજ રાત્રે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતાએ 51 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 

`અનુપમા`માં રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)ની મિત્ર દેવિકાના પતિનો રોલ કરનાર નીતિશ પાંડેનું નિધન થયું છે. ગઈકાલે 23મી મેના રોજ રાત્રે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતા 51 વર્ષના હતા. તે હવે આપણી સાથે નથી. તેમની વિદાયથી દરેક લોકો શોકમાં ડૂબી ગયા છે. અગાઉ `સારાભાઈ વર્સેસ સારાભાઈ`ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી અને હવે નિતેશ પાંડેના જવાથી પણ લોકોને આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો: `સારાભાઈ વર્સીસ સારાભાઈ` ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન


લેખક સિદ્ધાર્થ નાગરે સમાચારની પુષ્ટિ કરી. તેણે સૌથી પહેલા ફેસબુક પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. નવભારત ટાઈમ્સ ડૉટ કૉમ અનુસાર તેમણે કહ્યું કે આ સમાચાર સાચા છે. તે એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા જ્યારે તેને નિતેશ પાંડેના નિધનના સમાચાર મળ્યા. તેણે જણાવ્યું કે નિતેશ શૂટિંગ માટે ઇગતપુર ગયા હતા. ત્યાં રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જો કે, મૃતદેહ ક્યારે લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તે વિશે તેઓ વધુ જાણતા નથી.


 

24 May, 2023 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK