Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘અનુપમા’ને અલવિદા કર્યું પાખીએ

‘અનુપમા’ને અલવિદા કર્યું પાખીએ

Published : 25 December, 2023 06:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે જાણવા મળ્યું છે કે આ શોમાં પાખીનો રોલ કરનાર મુસ્કાન બામણેએ આ સિરિયલ છોડી દીધી છે. એનું કારણ એ છે કે હાલમાં જે ટ્રૅક ચાલી રહ્યો છે એ તેને નથી ગમતો.

મુસ્કાન બામણે

મુસ્કાન બામણે


અનુપમા’ સિરિયલ આજે ઘર-ઘરમાં લોકપ્રિય છે. એમાં પણ રૂપાલી ગાંગુલી સાથે અન્ય પાત્રોએ લોકોનાં દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. હવે જાણવા મળ્યું છે કે આ શોમાં પાખીનો રોલ કરનાર મુસ્કાન બામણેએ આ સિરિયલ છોડી દીધી છે. એનું કારણ એ છે કે હાલમાં જે ટ્રૅક ચાલી રહ્યો છે એ તેને નથી ગમતો. ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ શો શરૂ થયો ત્યારે તે ટીનેજના રોલમાં હતી. જેમ-જેમ સિરિયલ આગળ વધતી ગઈ એમ તેની ઉંમર પણ વધતી ગઈ હોવાનું દેખાડવામાં આવ્યું. તેનાં લગ્ન થઈ ગયાં છે અને હવે તે મમ્મી બનવાની છે એ વાત ૨૪ વર્ષની મુસ્કાનને ગળે નથી ઊતરતી, એટલે તેણે આ શોને બાય-બાય કરી દેવાનું નક્કી કરી લીધું હતું. એ વિશે મુસ્કાને કહ્યું કે ‘હા, હું હવે એ શોમાં નહીં દેખાઉં. મને હાલમાં મેકર્સ તરફથી કન્ફર્મેશન મળ્યું છે. મને શોમાં કાંઈ ખાસ મજા નહોતી આવતી. મેકર્સે જે ટ્રૅક દેખાડ્યો છે એમાં હું મમ્મી બનવાની છું. તેઓ મારું બાળક પણ દેખાડશે જે આઇવીએફ દ્વારા જનમશે. જોકે હજી ઘણી નાની હોવાથી એવું હું નહોતી કરવા માગતી એટલે આગળ કામ ન કરવાનું મેં નક્કી કર્યું છે. મારે હજી ઘણું બધું એક્સ્પ્લોર કરવાનું છે. હંમેશાં એવું બને છે કે તમે જો મમ્મીના રોલ કરવાનું સ્વીકારો તો ભવિષ્યમાં તમને સતત એવા રોલ જ ઑફર થયા માંડે, એથી મારે એ રિસ્ક નહોતું લેવું. હું ત્રણ વર્ષથી આ શોમાં કામ કરું છું અને મને જે તક મળી એ બદલ હું તેમની આભારી છું, કારણ કે આ શોને કારણે જ મને ઓળખાણ મળી છે. મને સેટ પર ઘણુંબધું શીખવા મળ્યું છે. હું એક સારી પર્ફોર્મર બની છું.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2023 06:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK