ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59ની વયે હાર્ટ અટેકથી થયું નિધન. તેમણે 1993 માં ટીવી પર પ્રસારિત થયેલા હોગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત ઔર અદાલત, દિયા ઔર બાતી હમ, અનુપમા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા ઘણા ટીવી શૉમાં કામ કર્યું.
ઋતુરાજ સિંહ (તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)
Rituraj Singh died: ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59ની વયે હાર્ટ અટેક થકી થયું નિધન. તેમણે 1993 માં ટીવી પર પ્રસારિત થયેલા હોગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત ઔર અદાલત, દિયા ઔર બાતી હમ, અનુપમા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા ઘણા ભારતીય ટીવી શોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. અભિનેતાના અચાનક નિધનના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ આઘાતમાં છે.
અનુપમામાં મળ્યા જોવા
Rituraj Singh died: આ દિવસોમાં ઋતુરાજ સિંહ લોકપ્રિય ટીવી શો અનુપમામાં જોવા મળ્યા હતા. અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઋતુરાજે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સહિત અન્ય ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું. તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો.
ADVERTISEMENT
અભિનેતા બનવા માટે દિલ્હીથી આવ્યા મુંબઈ
ઋતુરાજ સિંહે તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીમાં પૂર્ણ કર્યું. 1993માં મુંબઈ આવ્યા અને એક્ટિંગને કરિયર તરીકે પસંદ કર્યું. ઋતુરાજે અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં એક ખેલ રજનીતિ, બદ્રીનાથ કી દુલ્હનિયા વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઋતુરાજ સિંહે દિલ્હીમાં 12 વર્ષ સુધી બેરી જ્હોન્સ થિયેટર એક્શન ગ્રુપ (TAG) સાથે થિયેટરમાં કામ કર્યું અને ઝી ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય હિન્દી ટીવી ગેમ શો, તોલ મોલ કે બોલમાં અભિનય કર્યો.
ચાહકોએ સોશિયલ મીડિયા પર આપી શ્રદ્ધાંજલી
ટીવીની દિગ્ગજ હસ્તીઓ સોશિયલ મીડિયા પર ચાહકોની સાથે ચાહકોને પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, `ભગવાન તેની આત્માને શાંતિ આપે.` અન્ય યુઝરે લખ્યું, `અનુપમામાં તેમની એક્ટિંગ પ્રશંસનીય રહી છે. હું તેમના કારણે જ શો જોતો હતો. આ તેમની દુનિયા છોડવાની ઉંમર નહોતી.
ઋતુરાજ સિંહે 1993માં ટીવી પર પ્રસારિત થયેલા હોગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત ઔર અદાલત, દિયા ઔર બાતી હમ જેવા ઘણા ભારતીય ટીવી શોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. ઋતુરાજ સિંહનો જન્મ 23 મે 1964ના રોજ થયો હતો.
આ કારણે ઋતુરાજ સિંહને હૉસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
અહેવાલો અનુસાર, ઋતુરાજ સિંહ સ્વાદુપિંડની બિમારીથી પીડિત હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત રાત્રે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું (Rituraj Singh died). લોકો અને નજીકના લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અભિનેતાના સારા મિત્ર અમિત બહલે આ સમાચારની પુષ્ટિ કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે.