ટેલીવિઝન અભિનેત્રી અંકિતા લોખંડે ફરી એકવાર ચર્ચામાં છવાઈ છે. અંકિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે ઘણીવાર ચાહકો સાથે પોતાની તસવીરો શૅર કરતી રહે છે.
અંકિતા લોખંડે (ફાઈલ તસવીર)
ટેલીવિઝન અભિનેત્રી અંકિતા લોખંડે ફરી એકવાર ચર્ચામાં છવાઈ છે. અંકિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે ઘણીવાર ચાહકો સાથે પોતાની તસવીરો શૅર કરતી રહે છે. અંકિતાએ પતિ વિકી જૈન સાથે પણ રોમાન્ટિક તસવીરો શૅર કરી છે અને હાલ તેની આવી જ એક રોમાન્ટિક તસવીરે ચાહકોને ચોંકાવી દીધા છે. તસવીર જોયા પછી ચાહકો કયાસ લગાડી રહ્યા છે કે અંકિતા પ્રેગ્નેન્ટ છે અને તેનું બેબી બમ્પ દેખાય છે. સોશિયલ મીડિયા પર અંકિતાની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
હકિકતે, અંકિતા લોખંડેએ પોતાના મિત્રો અને પતિ વિકી જૈન સાથે પાર્ટીની તસવીરો શૅર કરી છે. આમાં તે બ્લૂ કલરના સુંદર ડ્રેસમાં જોવા મળે છે. તો, વિકી અંકિતાના પેટ પર હાથ રાખીને પૉઝ આપી રહ્યો છે. એવું લાગે છે કે તેણે આ તસવીરો પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત માટે જ ક્લિક કરાવી છે. અંકિતાએ આને કૅપ્શન આપ્યું છે, "તમે જેવા છો, જેવા પણ હતા અને જેવા પણ રહેશો, હું તમને તે જ રીતે પ્રેમ કરું છું."
ADVERTISEMENT
View this post on Instagram
અંકિતા લોખંડેની પોસ્ટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ પણ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કોઇક તેના લૂકના વખાણ કરી રહ્યા છે, તો કોઇક તેના પ્રેગ્નેન્ટ હોવાની વાતે પ્રશ્નો પૂછે છે. એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું છે કે `અંકિતા શું તમે પ્રેગ્નેન્ટ છો?` તો કોઇક તેને વધામણી આપે છે. તસવીરમાં વિકીએ અંકિતાના પેટ પર હાથ રાખ્યો હોવાને કારણે ચાહકો આ વાતના કયાસ લગાડી રહ્યા છે. જો કે બન્નેમાંથી કોઈએ પણ હજી સુધી આ વાતની પુષ્ઠિ કરી નથી.
નોંધનીય છે કે અંકિતા લોખંડે અને વિકી જૈન ડિસેમ્બર 2021માં લગ્ન બંધનમાં બંધાયા હતા. બન્નેની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. થોડાક વર્ષો સુધી એક-બીજાને ડેટ કર્યા પછી બન્નેએ લગ્ન કરી લીધા. તો, થોડોક સમય પહેલા જ બન્ને પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા છે, જેની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.


