° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


KBC 14: ઇનામ વધ્યું પણ જીતવાની શક્યતા ઘટી, થયા આ મોટા બદલાવ

04 August, 2022 01:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રેસ કોન્ફરન્સમાં કરાયા ગેમના નિયમો વિશે ખુલાસા

સૌજન્ય: ચિરંતના ભટ્ટ

સૌજન્ય: ચિરંતના ભટ્ટ

કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati 14)ની 14મી સિઝન, ૭ ઑગસ્ટથી શરૂ થશે અને પહેલા એપિસોડમાં આમિર ખાન (Aamir Khan) હોટ સીટ પર હશે. તો બીજા એપિસોડથી દેશના કેટલાક જાણીતા ચહેરા પણ શૉમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર જોવા મળશે. જોકે, આ વખતે ગેમના નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. ગેમમાં લાઇફલાઇન ઘટાડવામાં આવી છે, જ્યારે જેકપોટની રકમ વધારવામાં આવી છે. આજે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મેકર્સે આ માહિતી આપી હતી.

સ્પર્ધકોને હવે કૌન બનેગ કરોડપતિમાં ચારની જગ્યાએ માત્ર ત્રણ લાઇફલાઇન આપવામાં આવશે. બીજી તરફ જેકપોટની રકમ સાત કરોડથી વધારીને ૭.૫ કરોડ કરવામાં આવી છે. એટલે કે ગેમમાં ઇનામ વધ્યું છે, પરંતુ જીતવાની શક્યતા ઘટી ગઈ છે. ઉપરાંત ૭૫ લાખ પર પણ એક પડાવ આપવામાં આવ્યો છે.

કેબીસી પણ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. આ વખતે શૉમાં દેશના જાણીતા ચહેરા જોવા મળશે. ઉદ્યોગસાહસિકો, નાયબ કલેક્ટર, પ્રોફેસરો, યુટ્યુબર, લેખક અને આર્મી ઓફિસર શૉમાં સહભાગી થવા જઈ રહ્યા છે. મિતાલી મલ્હોત્રા જેઓ ગેલેન્ટ્રી પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા છે, તેઓ હોટ સીટ પર અમિતાભ સાથે આ ગેમમાં જોવા મળશે. ઉપરાંત મેરી કોમ અને સુનિલ છેત્રી પણ શૉમાં જોવા મળશે.

મીડિયાને સંબોધતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) જણાવ્યું કે “કોવિડના 2 વર્ષ બાદ પ્રતિબંધો દૂર તથા બધાને રૂબરૂ મળીને ખૂબ આનંદ થયો. સ્પર્ધકો આ શૉનું કેન્દ્ર છે. મારું કામ માત્ર પ્રશ્નો પૂછવાનું છે. KBC દ્વારા નવા લોકો અને તેમનું કામ દર્શકો સુધી પહોંચે તે ખરેખર ઉત્તમ છે."

04 August, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

રાજૂ શ્રીવાસ્તવની હાલત નાજુક, ઓપરેશન બાદ નથી આવ્યા ભાનમાં

યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહે ફોન પર કૉમેડિયનની તબિયતના સમાચાર લીધા, મદદનું આપ્યું આશ્વાસન

11 August, 2022 05:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

રાકેશ અને શમિતાના બ્રેકઅપમાં મારો કોઈ હાથ નથી : રિદ્ધિ ડોગરા

સોશ્યલ મીડિયામાં લોકો માની રહ્યા છે કે તેમના બ્રેકઅપ માટે રિદ્ધિ જવાબદાર છે

11 August, 2022 05:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

લોકો હવે પાતળી અને સિમ્પલ રાખડી બાંધે છે : રેમો ડિસોઝા

રેમો હાલમાં ‘ડીઆઇડી સુપર મૉમ્સ’માં રક્ષાબંધન સેલિબ્રેટ કરતો જોવા મળશે

11 August, 2022 05:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK