આ શો દરમ્યાન અક્ષયે એક રસપ્રદ ખુલાસો કર્યો
અક્ષય કુમાર
અક્ષય કુમાર હાલમાં પોતાની ફિલ્મ ‘ભૂત બંગલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને સાથે-સાથે તે ક્વિઝ રિયલિટી શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ને પણ હોસ્ટ કરી રહ્યો છે. આ શો દરમ્યાન અક્ષયે એક રસપ્રદ ખુલાસો કર્યો કે છેલ્લાં ૧૫ વર્ષમાં તેણે એક પણ સમોસું નથી ખાધું.
અક્ષયનો આ ખુલાસો સાંભળીને જ્યારે સ્પર્ધકે તેને પૂછ્યું કે તેણે આટલું સ્વાદિષ્ટ સ્ટ્રીટફૂડ કેવી રીતે છોડ્યું ત્યારે તેણે સ્પષ્ટતા કરી કે આની પાછળ કોઈ ડાયટિંગ અથવા વજન વધારવાનો મુદ્દો નથી. અક્ષયે કહ્યું કે ‘સમોસા ખાવાથી મને અૅસિડિટી થાય છે, જે મને ખૂબ પરેશાન કરે છે. આ કારણે મેં સમોસાથી દૂર રહેવાનો નિર્ણય લીધો. જ્યારે મેં ‘જબ તક રહેગા સમોસે મેં આલૂ’ ગીત કર્યું હતું ત્યારે પણ મેં એકેય સમોસું ખાધું નહોતું.’
