° °

આજનું ઇ-પેપર
Tuesday, 31 January, 2023


આલિયા ભટ્ટ બાદ દીપિકા બનશે માતા, પતિએ આ પોસ્ટ કરી આપી ખુશખબરી, જુઓ

22 January, 2023 05:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી આલિયા ભટ્ટ(Alia Bhatt),બિપાશા બાસુ(Bipasa basu)અને દેબીના બેનરજી (Debina Bonnerjee) બાદ હવે દીપિકા પણ માતા બનવાની છે. પતિએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આપી ખુશખબરી..

તસવીર: શોએબ ઈબ્રાહિમ ઈન્સ્ટાગ્રામ

તસવીર: શોએબ ઈબ્રાહિમ ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટ (Alia Bhatt),બિપાશા બાસુ(Bipasa basu)અને દેબીના બેનરજી (Debina Bonnerjee)એ થોડા મહિના પહેલા જ પુત્રીને જન્મ આપ્યો છે. આ સાથે જ વધુ એક અભિનેત્રી માતા બનવાની છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ (Deepika Kakar) અને શોએબ ઈબ્રાહિમ(Shoaib Ibrahim)ના ઘરે કિલકારી ગુંજવાની છે. આ માહિતી અભિનેતા દ્વારા આપવામાં આવી છે, જેના પછી ચાહકો ખૂબ જ ખુશ છે.

હાલમાં જ શોએબ ઈબ્રાહિમે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ ફોટામાં તે તેની પત્ની દીપિકા સાથે સફેદ કેપ પહેરીને બેઠો છે. આ ટોપી પર મમ્મી અને પપ્પા લખેલું છે. આ તસવીર શેર કરતા શોએબે કેપ્શનમાં લખ્યું છે કે, "આભાર, આનંદ, ઉત્સાહ અને સાથે જ નર્વસનેસથી ભરેલા હૃદય સાથે, આ સમાચાર તમારા બધા સાથે શેર કરી રહ્યો છું. આ આપણા જીવનનો સૌથી સુંદર તબક્કો છે." આ સાથે જ તેમણે વધુમાં લખ્યું કે "હા અમે અમારા પ્રથમ બાળકની અપેક્ષા રાખીએ છીએ અને ટૂંક સમયમાં જ પેરેન્ટહુડ આનંદ માણીશું. અમારા બાળકને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જરૂર છે." આ પોસ્ટ પર ફેન્સ શોએબ અલીને અભિનંદન આપી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

આ પણ વાંચો:Assamના CM હિમંત બિસ્વ સરમા શાહરુખને નથી ઓળખતા, 2 વાગ્યે SRKએ કર્યો ફોન

જણાવી દઈએ કે દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમની પહેલી વાર `સસુરાલ સિમર કા` સીરિયલના સેટ પર મળ્યા હતા. બંને શો `સસુરાલ સિમર કા`માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યુ.  દીપિકા અને શોએબે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

22 January, 2023 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

અંકિત ગુપ્તાને પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો અનુભવ

બિગ બૉસ 16’માં તેની અને પ્રિયંકા ચહર ચૌધરીની કેમિસ્ટ્રીએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું અને લોકોને તેમની જોડી પણ ગમે છે.

31 January, 2023 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

રૂપાલી ગાંગુલીએ ખરીદી આલિશાન મર્સિડીઝ કાર

કારના શોરૂમમાં રૂપાલીના ફોટોનાં કટઆઉટ પણ લગાવેલાં હતાં

30 January, 2023 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

Shark Tank India: કૉન્ટેસ્ટન્ટના બિઝનેસ આઇડિયા સાંભળી શાર્કે આપ્યો બ્લેંક ચેક

સિઝન 1 માં ‘બ્લૂપાઇન ઇન્ડસ્ટ્રી’ (BluePine Industries) નામની કંપનીને ‘ફ્રોઝન મોમોસના’ બિઝનેસ આઇડિયા માટે રૂપિયા 75 લાખની ડીલ 16 ટકા ઇક્વિટી માટે મળી હતી જે સિઝન 1 ની સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ ડીલ હતી.

27 January, 2023 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK