‘નીરજા... એક નઈ પહચાન’માં ટ્રૉમામાંથી બહાર આવ્યા બાદ તેને આવું ફીલ થાય છે

ફાઇલ તસવીર
‘નીરજા... એક નઈ પહચાન’ સિરિયલમાં અબીરના રોલમાં રાજવીર સિંહ દેખાઈ રહ્યો છે, જે ટ્રૉમામાંથી બહાર આવતાં તેની મેમરી પણ પાછી આવી જાય છે. એથી રાજવીરને એવું લાગે છે કે તે એક નવું કૅરૅક્ટર ભજવી રહ્યો છે. આ શોમાં નીરજાના રોલમાં આસ્થા શર્મા દેખાઈ રહી છે. પોતાના ટ્રાન્સફૉર્મેશન વિશે રાજવીર સિંહે કહ્યું કે ‘હું ખૂબ આભારી છું કે મને અબીરનો રોલ ભજવવાની તક મળી છે, જે સમજદાર અને કાળજી લેનાર વ્યક્તિ છે. તેની મેમરી પાછી આવી જતાં મને અબીર એક નવું પાત્ર લાગે છે. શરૂઆતમાં તેની માનસિક અવસ્થા સ્થિર હતી, પરંતુ હવે તે એક મજબૂત વ્યક્તિ બની ગયો છે. આ શો શરૂઆતથી જ લોકોને ગમતો આવ્યો છે. આશા છે કે શોની સ્ટોરી જેમ-જેમ આગળ વધશે લોકો એટલો જ પ્રેમ શોને આપતા રહેશે. એક ઍક્ટર તરીકે આ શોમાં મારી જર્નીને મેં ખૂબ એન્જૉય કરી છે. આવનારા એપિસોડમાં અબીર અને નીરજા દર્શકોને જે દેખાડવાનાં છે એના માટે હું ઉત્સુક છું.’