અમ્રિતસરી હોવાથી કૉમેડી મારામાં નૅચરલી આવે છે: ભારતી સિંહ
ભારતી સિંહ
કૉમેડિયન ભારતી સિંહનું કહેવું છે કે તેનામાં કૉમેડી નેચરલી આવી જાય છે. તે હાલમાં ‘ખતરા ખતરા ખતરા’માં કામ કરી રહી છે. આ સાથે જ તે ઘણીવાર ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળી છે. કૉમેડી વિશે પૂછતાં ભારતીએ કહ્યું હતું કે ‘એક અમ્રિતસરી હોવાથી કૉમેડી મારામાં આપોઆપ આવે છે.
આ પણ વાંચો : આજના જમાનામાં સેક્સીનો અર્થ રિવીલિંગ થાય છે : અલ્કા યાજ્ઞિક
ADVERTISEMENT
મને લાગે છે કે એ મારા લોહીમાં જ છે. હું હંમેશાં કૉમેડી કરતી રહીશ, કારણ કે આ સ્ટ્રેસ ભરી દુનિયામાં લોકોને હસાવવા માટેનું માધ્યમ બનવાથી મોટી કોઈ વાત નથી. હું પંજાબી હોવાથી દરેક વસ્તુ ખૂબ જ હળવાશથી અને હસતાં-હસતાં લઉ છું.’