Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિલ સ્મિથની બાયોપિક પર ફરી કામ શરૂ

વિલ સ્મિથની બાયોપિક પર ફરી કામ શરૂ

21 August, 2022 12:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિલ સ્મિથની બાયોપિક પર ફરી કામ શરૂ થયું છે. ઑસ્કર કન્ટ્રોવર્સીને કારણે આ ફિલ્મ પહેલાં પડતી મૂકવામાં આવી હતી, પણ હવે એના ફરી કામ શરૂ થયું હોવાની ચર્ચા છે.

વિલ સ્મિથની બાયોપિક પર ફરી કામ શરૂ

વિલ સ્મિથની બાયોપિક પર ફરી કામ શરૂ


વિલ સ્મિથની બાયોપિક પર ફરી કામ શરૂ થયું છે. ઑસ્કર કન્ટ્રોવર્સીને કારણે આ ફિલ્મ પહેલાં પડતી મૂકવામાં આવી હતી, પણ હવે એના ફરી કામ શરૂ થયું હોવાની ચર્ચા છે. ઑસ્કરમાં કૉમેડિયન ક્રિસ રૉકે વિલ સ્મિથની પત્ની પર જોક કર્યો હતો એથી વિલ સ્મિથે સ્ટેજ 
પર જઈને ક્રિસ રૉકને તમાચો મારી દીધો હતો. આ ઘટના બાદ એ બાયોપિક પડતી મૂકવામાં આવી હતી. 
જોકે હવે નેટફ્લિક્સ અને ઍપલ ટીવી+ દ્વારા આ બાયોપિક ફરી બનાવવામાં ઇન્ટરેસ્ટ દેખાડવામાં આવ્યો છે. આ ઘટનાને ઘણો સમય વીતી ગયો અને એ વાત ઠંડી પણ પડી ગઈ હોવાથી ફરી એ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હવે આ બાયોપિકમાં ઑસ્કરની ઘટનાનો પણ સમાવેશ થશે. નેટફ્લિક્સને આ બાયોપિકમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે અને ઍપલ ટીવી+ દ્વારા પણ ઇન્ટરેસ્ટ દેખાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2022 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK