ફોટોને જોઈને ઘણું કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે એમાં રિયલ ટૉમ ક્રૂઝ છે કે પછી તેના સ્ટન્ટ ડબલ છે.
ટૉમ ક્રૂઝ
હાલમાં જ ઇન્ટરનેટ પર એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં હૉલીવુડના સ્ટાર ટૉમ ક્રૂઝ જેવા લોકો દેખાઈ રહ્યા છે. ફોટોને જોઈને ઘણું કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે એમાં રિયલ ટૉમ ક્રૂઝ છે કે પછી તેના સ્ટન્ટ ડબલ છે. જોકે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી જનરેટ કરેલા ફોટો છે. ટૉમ ક્રૂઝ ‘મિશન : ઇમ્પૉસિબલ – ડેડ કીકોનિંગ પાર્ટ વન’ દ્વારા ફરી સ્ક્રીન પર આવી રહ્યો છે. તે પોતે તેના સ્ટન્ટ કરવા માટે જાણીતો છે. જોકે એમ છતાં આ ફોટોમાં તેના બે બૉડી-ડબલ જોવા મળી રહ્યા છે જેમની હેરસ્ટાઇલ પણ સરખી છે. બે જણે સરખાં શર્ટ અને પૅન્ટ પહેર્યાં છે, જ્યારે ત્રીજાનાં શર્ટ અને પૅન્ટનો કલર થોડો અલગ છે. જોકે ફોટોને લઈને જેટલું કન્ફ્યુઝન થઈ રહ્યું છે એનું સોલ્યુશન ફક્ત ટૉમ ક્રૂઝ જ આપી શકે છે. આ ફિલ્મ બારમી જુલાઈએ રિલીઝ થઈ રહી છે.


